આગમન:શહેરમાં સિંધી સમાજના સંત મોહનલાલ સાહેબ લખનવવાળાનુ ભાવનગરમાં આગમન

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં સિંધી સમાજના પૂજનીય સંત મોહનલાલ સાહેબ (લખનવ વાળા)નુ આગમન થશે. 75માં અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે આખા ભારતની યાત્રા નિમિતે પૂજય સાઇ મોહનલાલ સાહેબ ભાવનગરની પાવન ધરતી પર તા.26 નવેમ્બરના રોજ પધારશે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમ 5-30 કલાકથી શરૂ થશે.

તેને લઇને સિંધી સમાજમાં ખુશીની લહેર છે. સમાજની તમામ સંસ્થાઓ અને યુવાઓ અમૃત સત્સંગની શોભાયાત્રાની તૈયારી કરી રહ્યા છે. કાર્યક્રમ મોક્ષમંદીર સિંધુનગરથી શરૂ થશે. હેમુકાલાણી સર્કલમાં શહીદ હેમુકાલાણીને શ્રધ્ધાજલી આપવામાં આવશે.

ત્યાથી સંત વસુરામ આશ્રમ અને ઝુલેલાલ ચોક દર્શન કરી સંત કંવરરામ ચોકથી રાત્રે 8 કલાકે શોભાયાત્રા શરૂ થશે. યાત્રા પછી સંત કંવરરામ હોલ ખાતે સત્સંગ અને લંગર ભંડારોની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થાપક કમીટીના કમલેશભાઇ ચંદાની દ્વારા શ્રધ્ધાળુઓને કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...