તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભાવનગર શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની માંગ સાથે શહેર કોંગ્રેસ સમિત્તિ દ્વારા દેખાવો કરતાં ધરપકડ કરાઇ

ભાવનગર14 દિવસ પહેલા
 • કાર્યક્રમ પૂર્વે જ કાળાનાળા વિસ્તારમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત

ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિ દ્વારા વિરોધ નોંધાવવા નવતર કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો શહેરના કાળાનાળા વિસ્તારમાંથી ભાજપ કાર્યાલાય સુધી પગપાળા જઇ રેમડેસિવિર સહીતની સુવીધા આપો તેવી માંગ સાથેનો નવતર કાર્યક્રમ કર્યો હતો. જેમાં કાર્યક્રમ પૂર્વે જ કાળાનાળા વિસ્તારમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

સરકારની બેદરકારી સામે સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો

આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ બારૈયા, ભાવ. મ્યુ. વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, લાલભા ગોહિલ, કલ્પેશ મણીયાર, અનવરખાન પઠાણ, સહિતના આગેવાનો, કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોએ સરકારની રીતીનિતી અને હાલનાં કોરોના મહામારીના સમયમાં સરકારની બેદરકારી સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને દેખાવો યોજ્યો હતો.

ગુજરાતની પ્રજા ઇન્જેક્શનના અભાવે મરણ પથારીએ

કોરોનાની કપરી પરિસ્થિતિમાં સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગના માણસોને હોસ્પિટલમાં બેડ મળતા નથી. અને જરૂરી સારવાર મળતી નથી. ગુજરાત સરકાર રેમડેસિવિર ઇન્જેક્શન યુપી, બિહાર અને અન્ય રાજ્યોમાં મોકલે છે. જ્યારે ગુજરાતની પ્રજા ઇન્જેક્શનના અભાવે મરણને શરણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો