તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આંબળા ગામેથી દરિયાઈ જીવસૃષ્ટિના મૃગયા ચિન્હો સાથે એકની ધરપકડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાવનગર નાં તળાજા તાલુકાના આંબળા ગામે તાજેતર માં દરિયાઈ જીવ સૃષ્ટિ નાં વિવિધ મૃગયા ચિન્હો મળી આવ્યા છે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 ના કાયદા માં નિર્દિષ્ટ દરિયાઈ જીવ સુષ્ટિના વિવિધ મૃગયા ચીન્હો પેકી અનુસૂચિત 4 ના પંચમુખી શંખ મળી આવ્યા હતા. જે સરકારી પંચોની ની હાજરીમાં તપાસ ના કામે કબ્જે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વન્ય જીવને લગતા ગુનાની નોંધણી કરીને વન વિભાગ દ્વારા મહેન્દ્ર ભાઈ શામજીભાઈ મકવાણા ની અટકાયત કરવામાં આવી હતી.

તા. 20 ઓગસ્ટ નાં રોજ વાઈલ્ડ લાઈફ ક્રાઇમ સેલ ના મુખ્ય વન સંરક્ષક દ્વારા મળેલ ખાનગી માહિતી ના આધારે વાઇલ્ડ લાઇફ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર દ્વારા નાયબ વન સંરક્ષક શેત્રુજી વન્ય જીવ વિભાગ તથા મદદનીશ વન સરક્ષક ના માર્ગદર્શન હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહેન્દ્રભાઈની સરકારી પંચો ની હાજરીમાં રેકી કરી રેડ કર્યા બાદ તા. 21 ઓગસ્ટ નાં રોજ રોજ બાયોલોજીસ્ટ દ્વારા મૃગયા ચિન્હ નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના આધારે વન્ય જીવ રેન્જ તળાજા રેન્જ ગુન્હા નંબર 1/2021 થી વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 ની વિવિધ જોગવાઈઓ અંતર્ગત ગુનો નોંધાયો છે.

તા. 23 ના રોજ મહેન્દ્રભાઈ નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તળાજા ની કોર્ટમાં રજૂ કરતા વધુ તપાસ અર્થે રિમાન્ડ ની માંગણી કરતા 7 દિવસ ની રિમાન્ડ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનાકામની આગળ ની તપાસ આર. આઈ. જંજવાડીયા ( આર.એફ. ઓ, તળાજા) ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...