ક્રાઇમ:પ્રથમ કોરોના ટેસ્ટ બાદમાં મોટા ગુન્હાના આરોપીની ધરપકડ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર રેન્જના 3 જિલ્લાઓમાં
  • હત્યા, હથિયારધારા, જેવા ગુન્હાના આરોપીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત

ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લામાં મોટા ગુન્હામાં જે આરોપી પકડાય છે. તે તમામ આરોપીઓનાં પ્રથમ કોરોના ટેસ્ટ કરવાવવામાં આવે છે. અને તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી હોવાનું ભાવનગર રેન્જ ડીઆઇજીપી અશોક કુમાર યાદવ દ્વારા એક વાતચીતમાં જણાવાયું છે.

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ઉંચા કોટડા ગામે દિયરે સગા ભાભીના માથામા લોખંડનો પાઇપ મારી હત્યા કરી હતી. જે આરોપીનો પ્રથમ કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જે નેગેટીવ આવ્યા બાદ તપેની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.તે જ પ્રમાણે તળાજાના સરતાનપર બંદર ગામે થયેલ હત્યામાં સામે મહિલા સામેથી તળાજા પોલીસ મથકમાં હાજર થયેલ અને તેનો કોરોના ટેસ્ટ કરાવાતા રીપોર્ટ પોઝીટીવ આવતા તળાજા પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

તળાજા પોલીસ સ્ટેશનના ત્રણ મહિલા કર્મચાશ્રી સહીત 7 પોલીસ કર્મચારીઓને કોરોન્ટાઇન કરાયા હતા.જેના આજે 14 દિવસ પુરા થતા તમામના બીજા ટેસ્ટ રીપોર્ટ પણ નેગેટીવ આવ્યા હતા. ઉપરાંત શહેરના ચિત્રા વિસ્તારમાંથી ભાવનગર એસ.ઓ.જી.ટીમને બુટલેગર કાન્તી બે પિસ્ટલ સાથે મળી આવેલ જેના પણ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ અને તેને પિસ્ટલ આપનાર તથા ભાવનગર સહીત છ જિલ્લામાંથી તડીપાર શખ્સ ભરત લીંબાભાઇ ચાવડાને પણ દેશી તમ઼ચા સાથે પોલીસે ઝડપી કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...