તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:29.64 કરોડની ખોટી વેરાશાખમાં વધુ 4 શખ્શોની કરાયેલી ધરપકડ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • SGST દ્વારા બોગસ બિલિંગના ભાવનગરમાં દરોડા ચાલુ
  • વધુ 9 પેઢીઓમાં કરોડો રૂપિયાની ગેરરીતિ ખુલી

તા.7 જુલાઇથી ભાવનગરમાં સ્ટેટ જીએસટીની જુદી જુદી ટુકડીઓ દ્વારા બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ અંગે હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહી આઠમા દિવસે પણ શરૂ રહી હતી અને બુધવારે વધુ 4 શખ્શોની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં વધુ 9 પેઢીઓ પર કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એઝાઝ હનિફભાઇ શેખને 10.35 કરોડની, રોહિતગીરી નટવરગીરી ગોસ્વામીને 7.32 કરોડની, જાહીદભાઇ યુનુસભાઇ કાબરીયાને 6.68 કરોડની, વિક્રમભાઇ બોઘાભાઇ બારૈયાને 5.29 કરોડની ખોટી વેરા શાખ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ જેવા ગેરકાયદે કામને અંજામ આપી રહેલા ઉપરોક્ત 4 શખ્શોને એડિશનલ ચિફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ સમક્ષ કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવી છે, વધુ સુનાવણી આવતીકાલે થશે.

અગાઉ અફઝલ સવજાણીના રીમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો તંત્રના ધ્યાને આવી છે, અને મુખ્ય ભેજાબાજો સુધી પહોંચવા માટે તંત્ર યોજનાઅો ઘડી રહ્યું છે.બોગસ બિલિંગ કરી રહેલા વધુ લોકો સુધી પહોંચવા માટે તંત્ર અગાળ ધપી રહ્યું છે. દરમિયાન સ્ટેટ જીએસટીના અધિકારીઓ માધવ કોપર લિ.ના નિલેશ પટેલ ઉર્ફે ભાણાને શોધવા માટે દિવસભર અનેક જગયાએ તપાસ કરી હતી.

ભેજાબાજો સામે BI-TOOL ડેવલપ કરાયુ
બોગસ બિલિંગ અને ખોટી વેરા શાખના દુષણને નાથવા માટે સીસ્ટમ આધારીત ચકાસણી અને પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં GSTN દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા વિવિધ એનાલીટીકલ રિપોર્ટ બિઝને ઇન્ટેલિજન્સ એન્ડ ફ્રોડ એનાલીટીક્સ પ્લેટફોર્મ (બીફા ટુલ) તથા માલની મુવમેન્ટને ટ્રેક કરતા NICના એનાલીટીકલ રીપોર્ટના આધારે ડેટાનું પૃથ્થકરણ કરવામાં આવે છે આ ઉપરાંત BI-TOOLડેવલપ કરવામાં આવ્યુ છે. જેથી વિભાગની વહિવટી કચેરીઓ અને અન્વેષણ વિંગને વિવિધ એલર્ટ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...