તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:યુનિ.ની પરીક્ષામાં 2200 છાત્રો માટે વતન નજીક કેન્દ્ર હોય તેવી વ્યવસ્થા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના 19 અને જિલ્લાના 19 સેન્ટરમાં કસોટી લેવાશે
 • તા.7 ડિસેમ્બરથી UG સેમ-3 અને PG સેમ.5ની પરીક્ષા

આગામી તા.7 ડિસેમ્બરને સોમવારથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા ત્રીજા તબક્કાની પરીક્ષાઓમાં સ્નાતક કક્ષાએ ત્રીજા અને અનુસ્નાતક કક્ષાએ પાંચમા સેમેસ્ટરની પરીક્ષા પરીક્ષાઓ લેવાનું આયોજન ઘડાઇ ગયું છે. આ પરીક્ષામાં 2200 જેટલા વિદ્યાર્થીઓ પોતાના વતનની નજીકના સેન્ટરમાં પરીક્ષા આપી શકે તે મોટ વ્યવસ્થા યુનિ. દ્વારા કરવામાં આવી છે. નવા સેનન્ટરના નામ સાથેની હોલ ટિકિટ પણ વિદ્યાર્થીઓ યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પરથી ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષાઓ રોજ ત્રણ તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ સેશન સવારે 9થી 10.30 દરમિયાન, બીજું સેશન સવારે 11.30થી બપોરના 1 સુધી અને તૃતિય સેશન બપોરે 3થી સાંજના 4.30 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓ ભાવનગર શહેરના 19 અને ગ્રામ્ય વિસ્તારના 19 મળી કુલ 38 કેન્દ્રો ખાતે લેવામાં આવશે.

તા.7 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન લેવાનારી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. યુનિ. સંલગ્ન સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ઇમ્યુનીટી વધે એ માટે હોમિયોપેથિક પલ્સનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં પરીક્ષા સંબંધિત તમામ માહિતી યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પર મુકવામાં આવી છે. પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા માંગતા હોય તેમણે હોલ ટિકિટ બતાવવાથી હોસ્ટેલમાં વિનામૂલ્યે રહેવાની વ્યવસ્થા પરીક્ષા દરમિયાન કરવામાં આવશે. દરેકને પોતાનું બેડિંગ સાથે લાવવાનું રહેશે અને રેકટરને જરૂરી બાયંધરીપત્રક પણ ભરીને આપવાનું રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ પર કોલેજના સહીસિક્કા કરવાની જરૂરીયાત નથી પણ પરીક્ષા દરમિયાન કોલેજનું આઇ-કાર્ડ ફરજિયાત સાથે રાખવાનું થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો