તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:હેલ્થ સેન્ટરમાં કોર્પોરેટરો માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનની મુદત પર મુદત વધારો પણ પરત કરાયો
  • હોસ્પિટલનું OPD બિલ્ડીંગ જર્જરિત થઈ જતા કરેલી માંગણી સ્ટેન્ડિંગે રદ કરી, નારી અને રૂમમાં લાંબા સમયથી હેલ્થ સેન્ટર ધૂળ ખાય છે

સર ટી હોસ્પિટલનું ઓ.પી.ડી. બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોવાથી કોર્પોરેશન હસ્તકના બે હેલ્થ સેન્ટર સર ટી. હોસ્પિટલને હવાલે કરવા દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને રદ કરી તાત્કાલિક કોર્પોરેશન દ્વારા હેલ્થ સેન્ટર શરૂ કરવા સુચના આપી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં હેલ્થ સેન્ટરના ડોક્ટરો માટે 13 વાહનને એક વર્ષ માટે રીન્યુઅલ કરવાની દરખાસ્તમાં પણ સભ્ય દ્વારા ગેરવાજબી ગણાવી હતી અને ચર્ચા દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં કોર્પોરેટરોને માટે અલાયદી બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા માટે માગણી કરી હતી. અને ડોક્ટરો નગરસેવકોને વ્યવસ્થિત પ્રત્યુતર નહીં આપતા હોવાથી તેમની બદલી કરવાની માગણી સાથે રોષ ઠાલવ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના બે યુ.સી.એચ.સી. નારી અને રુવા ખાતે બનાવીને છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઇ રહ્યા છે. કોરોના મહામારીમાં પણ તેનો કોઈ ઉપયોગ થઈ શક્યો નથી. ત્યારે બીજી તરફ સર ટી.હોસ્પિટલમાં ઓ.પી.ડી. બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરવાનો નિર્ણય કરાયો છે. જેથી કોર્પોરેશનના બે હેલ્થ સેન્ટરોને સર ટી હોસ્પિટલના હવાલે કરવા કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં તેને માન્યમાં નહિ રાખી કોર્પોરેશન દ્વારા જ તે હેલ્થ સેન્ટરને શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

તદુપરાંત રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનું કામ શરૂ છે. સમય મર્યાદામાં તેનું કામ પૂર્ણ નથી થતા ઓક્ટોબર 2020 થી માર્ચ 2021 સુધી 101 દિવસની સમય મર્યાદા વધારી આપવામાં આવી હતી તેમ છતાં હજુ કામ બાકી રહેતા એજન્સી દ્વારા 31મી મે સુધી સમય મર્યાદા વધારી આપવા રજૂઆત કરાઇ હતી. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ તે કાર્ય પરત કરી રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનું કામ સંપૂર્ણ થાય ત્યારબાદ મુદત વધારવાની માગણી કરવાનું જણાવાયું હતું. અન્ય નવ કાર્યોને મંજુર કરવામાં આવ્યા હતા. ગંગાજળિયા તળાવ પરિસરમાં સિક્યુરિટી માટે મંજુર રહેલા ભાવ પ્રમાણે ઓડિટોરિયમ ખાતેની સિક્યુરિટી સેવા પૂરી પાડતી એજન્સીને કામ સોંપવાના નિર્ણય સામે સભ્ય દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ સભ્યોની માગણીને ગ્રાહ્ય રખાય ન હતી.

અન્ય સમાચારો પણ છે...