તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નવાજાળીયા ગામે આર્મીમેનના પત્નિએ ફાંસો ખાતા થયું મોત : લગ્નના અઢી વર્ષ, ઘટનાનુ રહસ્ય અકબંધ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક મહિનો પરિવાર સાથે ગુજારી આર્મીમેન હજુ 15 દિવસ પહેલા બેંગલોર ફરજ પર હાજર થયેલ

સિહોર પંથકમાં આપઘાતનો સિલસિલો યથાવત રહયો છે. છેલ્લા આઠ દિવસમાં સિહોરના ખારાકુવા ચોક અને મોટાચોક સહીતનાં વિસ્તારોમાં પાંચથી વધુ લોકોએ કોઇને કોઇ કારણસર આત્મ હત્યા કરીને જીવન ગુમાવ્યાની ઘટનાઓ બનવા પામી છે. જેમાં નાના જાળીયા ગામે વધુ એક પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ બનવા પામ્યો છે. સિહોરના નાના જાળીયા ગામે રહેતા દેવેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ આર્મીમેન તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન મુળ કચ્છના ક્રિષ્નાબા સાથે અઢી વરસ પુર્વે થયા હતા. આર્મીમેન પરિવાર સાથે એક મહીનાની રજા પુરી કરી હજુ તો 15 દિવસ પહેલા જ ફરજ પર બેંગલોર ખાતે પરત ગયા હતા.

દરમ્યાન ગુરૂવારે બપોરના સમયે રહસ્યમય સંજોગોમાં ક્રીષ્નાબા ઉર્ફે દુર્ગાબા એ ઘરે ફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પી.એમ.માટે ખસેડી બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળેલ વિગતો મુજબ મૃતકનુ પિયર કચ્છમાં હોવાનુ જાણવા મળેલ છે. મૃતકના પરિવારજનો નાના જાળીયા ગામે આવવા રવાના થયા હોવાનુ અને તેઓ આવ્યા પછી બનાવનુ કારણ જાણવા મળે તેવી શકયતાઓ વ્યકત કરવામા આવી છે. માત્ર અઢી વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે એવું તો શું બન્યું ? કે પતિને ગેર હાજરીમાં પત્નીએ જીવનનો અંત આણી લીધો.તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો