મંગળ ગ્રહ ગઇ કાલે સવારે 8:58 વાગ્યે મીન રાશિમાં તેનું સંક્રમણ કર્યુ છે અને તેની સાથે ત્યાં પહેલેથી હાજર શુક્ર અને ગુરૂ સાથે જોડાયા હતા. આથી મેષ, સિંહ, તુલા રાશિના જાતકોએ મહત્વના નિર્ણયોમાં સાવધ રહેવું. તો વૃષભ, વૃશ્ચિક, ધન, કુંભ રાશિના જાતકો માટે મધ્યમ પ્રકારનો સમય છે. જ્યારે મિથુન, કર્ક, કન્યા,મકર,મીન રાશિના જાતકો માટે આ સમય સફળતા ભર્યો પસાર થાય તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે. શુક્ર-મંગળનો આ સંયોગ લગભગ એક સપ્તાહ સુધી ચાલશે, ત્યારબાદ 23 મેના રોજ શુક્ર મીન રાશિ છોડીને મેષ રાશિમાં જશે અને આ સાથે મીન રાશિમાં શુક્ર-મંગળનો સંયોગ પણ સમાપ્ત થઈ જશે.
આ સમયગાળામાં અચાનક વાતાવરણમાં ફેરફાર થાય. મંગળના કારણે હવા અથવા પાણી સાથે જોડાયેલી દુર્ઘટના થવાની શક્યતા છે. દેશના થોડા વિસ્તારમાં વરસાદ થાય અને થોડા વિસ્તારમાં ગરમીમાં વધારો થાય. હિટવેવ આવી શકે. ભૂકંપ જેવી પ્રાકૃતિક આપત્તિ આવી શકે.
સોના ચાંદીમાં અને શેરબજારમાં તેજી જોવા મળે
સોના ચાંદીમાં અને શેરબજારમાં તેજી જોવા મળે. રેશમી કાપડ, પ્લાસ્ટિક, કેમિકલ્સ, મશીનો, લોખંડ, પ્રોપર્ટી, દાળ-કઠોળ ના ભાવો માં તેજી જોવા મળે. મોંઘવારીમાં વધારો થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.