તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવાણી:ભાવનગરમાં ક્વોરન્ટાઈનમાં રહેતા કોરોનાગ્રસ્ત પરિવારો માટે અર્હમ યુવાસેવા ગ્રુપ દ્વારા ફ્રી ટિફિન સેવા શરૂ કરાઈ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર ઉપરાંત અન્ય શહેરોમાં પણ ગ્રુપ દ્વારા ચલાવાઈ રહી છે ટિફિન સેવા

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં વર્તમાન કોરોના મહામારીનીઆ સ્થિતિમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અને અહૅમ યુવા સેવા ગ્રુપ સંચાલીત વિવિધ પ્રકલ્પો અને આયોજન લાખો પરિવારોને શાતા પમાડી રહ્યાં છે.

ભાવનગર માં અનેક વિસ્તારોમાં હોમ ક્વોરેન્ટાઇન કોરોના ગ્રસ્ત પરિવારો માટે નિઃશુલ્ક પરમ ટિફિન સહાય સેવાનો પ્રારંભ થયો છે જેમાં શુદ્ધ ગરમ, સાત્વિક જૈન ભોજનની હોમ ડિલીવરી કારવામાં આવે છે ભાવનગરની સાથે મુંબઈ માં રાજકોટ, કોલકતા, વડોદરા માં પણ ફ્રી પરમ ટિફિન સહાય સેવા ચાલુ છે.

અર્હમ યુવા ગ્રુપના સ્વીટીબેન દ્વારા જણાવ્યું હતું કે દરરોજ 1 એક હજાર પરમ ટિફિન કોરોના ગ્રસ્ત પરિવારો ને મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં 28 હજાર થી પણ વધારે પરમ ટિફિનનું વિતરણ અલગ અલગ વિસ્તાર જેમ કે ભાવનગર , મુંબઇ , વડોદરા અને કોલકાતા માં કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગરમાં જ 9 હજાર થી પણ વધુ લોકો ને ટિફિન સેવા સહાય કરવામાં આવી રહી છે લોકોની સેવા એ જ પરમ ધર્મ છે.

અન્ય સમાચારો પણ છે...