અરજદારોમાં રોષ:CNG યુક્ત વાહનોના પાસિંગ અંગે મનમાની

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર RTOના મનસ્વી નિર્ણયોથી હેરાનગતિ
  • રિપાસીંગ, કીટ પાસીંગ વિગેરે બાબતે અરજદારોમાં રોષ

ભાવનગર આર.ટી.ઓ.માં સીએનજી ઇંધણથી ચાલતા વાહનોના પાસિંગ અને રી-પાસિંગ, કિટ પાસિંગ અંગે મનસ્વી નિર્ણયોને કારણે અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આરટીઓમાં આવતા સીએનજી વાહનોના પાસિંગ, કિટ પાસિંગમાં સીએનજી કિટ પાસિંગ ઉપરાંત જે સંસ્થાએ કિટ પાસિંગ અંગેનું પ્રમાણપત્ર ઇશ્યુ કર્યુ હોય.

તે સંસ્થાને સરકાર દ્વારા આપેલી સત્તા અને તેની વેલેડીટી અંગેનું પ્રમાણપત્ર પણ માંગવામાં આવી રહ્યું છે. અરજદારોના મતે બિનજરૂરી રીતે અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે, અને સીએનજી સંબંધિત વાહનોના કામ ટલ્લે ચડાવવામાં આવી રહ્યા છે. આ અંગે યોગ્ય કરવા લોકમાંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...