મુસાફરોને હાડમારી:એરપોર્ટમાં વાહન પાર્કિંગ બાબતે કરાતી મનમાની

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાવનગર એરપોર્ટ પર મુસાફરોને હાડમારી
  • વાહન ડ્રોપ કરવા આવે તો પણ ચાર્જ લાગે

ભાવનગર એરપોર્ટ પર મુસાફરોને ડ્રોપ કરવા માટે આવતા વાહનો બાબતે મનમાની કરવામાં આવી રહી છે, અને ચાર્જીસ વસુલવામાં આવી રહ્યા છે. અમદાવાદ સહિતના એરપોર્ટ પર મુસાફરોને લેવા-મુકવા માટે આવતા વાહનો જો 10 મીનીટની અંદર પરિસર છોડી દે તો કોઇપણ ચાર્જ વસુલવામાં આવતા નથી.

પરંતુ ભાવનગર એરપોર્ટ ખાતે મુસાફરોને ડ્રોપ કરી અને તૂરંત વાહન જતુ રહે તો પણ પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે. ભાવનગર એરપોર્ટ ખાતે 4 વ્હીલરના 30 રૂપિયા અને બાઇક, સ્કૂટરના 10 રૂપિયા વસુલવામાં આવે છે. આવા મનસ્વી રીતે વસુલવામાં આવતા ચાર્જીસને કારણે મુસાફરોને મુશ્કેલી નડી રહી છે. આ મનમાની સામે મુસાફરોમાં રોષની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...