ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિમા બહાર લાવવા માટે આયોજિત કરવામાં આવતી પ્રખરતા શોધ કસોટી તારીખ 7 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો તારીખ 15 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર દરમિયાન બોર્ડની વેબસાઈટ gseb.org અથવા prakharta.gseb.org પરથી ફક્ત ઓનલાઇન ભરી શકાશે પ્રખરતા શોધ કસોટી ના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી તમામ વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
આ પરીક્ષામાં ઓએમઆર શીટમાં બારકોડ સ્ટીકર નો ઉપયોગ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની હાજરી માટે ધોરણ 10 12 ની બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા પત્રક નો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષામાં બે પ્રશ્નપત્ર લેવાશે. જેમાં પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો પુછાશે કુલ 100 પ્રશ્નોના 100 ગુણ હશે અને તે માટે 120 મિનિટ આપવામાં આવશે.
પ્રશ્નપત્ર બે માં ગણિત વિજ્ઞાન અને માનસિક ક્ષમતાના કુલ 100 પ્રશ્નો 100 ગુણના હશે અને તેની માટે પણ 120 મિનિટ આપવામાં આવશે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે. આ પરીક્ષા એમસીક્યુ એટલે કે ઓએમઆર પદ્ધતિએ લેવામાં આવશે. દરેક સાચા પ્રશ્નનો એક ગુણ છે ખોટા જવાબ માટે 1/3 ગુણ કપાશે. પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં પ્રશ્નપત્ર એક માટે સમય સવારે 11 થી 1 વાગ્યા સુધી અને ત્યારબાદ એક કલાકનો રિસેસ રહેશે અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમ્યાન પ્રશ્નપત્ર 2 લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.