તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસિક વારસો:ભાવનગરની સ્ટેટ બોર્ડર પાસેથી અંદાજે 150 વર્ષ જૂનો, શિકાર માટેના દંડ ફરમાવતો રૂ.100ના લખાણ વાળો પથ્થર મળ્યો

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરની હદમાં પરવાનો મેળવ્યા સિવાય કોઈપણ વન્યપ્રાણી નો શિકાર કરવાની મનાઈ છે. શિકાર કરતી વ્યક્તિ ને રૂ. 100 સુધીનો દંડ થશે. - Divya Bhaskar
ભાવનગરની હદમાં પરવાનો મેળવ્યા સિવાય કોઈપણ વન્યપ્રાણી નો શિકાર કરવાની મનાઈ છે. શિકાર કરતી વ્યક્તિ ને રૂ. 100 સુધીનો દંડ થશે.

ભાવનગરનાં રજવાડા સમયની સ્ટેટની બોર્ડર પાસે 150 વર્ષ જૂનો વન્યજીવો શિકાર માટે દંડ ફરમાવતો પત્થર મળી આવ્યો છે. ભાવનગરમાં આવેલ બ્લેકબક નેશનલ પાર્ક નાં એ.સી. એફ. ડૉ.મહેશ ત્રિવેદી દ્વારા તાજેતરમાં નેશનલ પાર્ક થી લગભગ 20 કી.મી. દૂર દેવપરા ગામની બોર્ડર પાસે આરસ પર કોતરેલી એક સૂચના મળી આવી છે. આ પત્થર ની કોતરણી મહારાજા ભાવસિંહજી બીજા નાં સમયની ગણવામાં આવે છે કારણકે તેમના સમયગાળા દરમિયાન વન્ય પ્રાણીઓને લઈને ઘણા નિયમો બન્યા હતા. આ લખાણ પણ 1890 થી 1911 સુધીના સમયગાળા નું ગણી શકાય. લખાણ અનુસાર ભાવનગર માં પરવાનગી સિવાય કોઈપણ પ્રાણીનો શિકાર કરી શકાય નહિ અને શિકાર કરનાર વ્યક્તિને 100 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

વન્યપ્રાણીઓને બચાવવા માટે સરાહનીય કાર્ય
આજથી દોઢસો વર્ષ પહેલાં સો રૂપિયાનો દંડ લગભગ અધધ ગણી શકાય. ત્યારે ભાવનગર સ્ટેટ માં ફક્ત વન્યપ્રાણીઓના બચાવ માટે મહારાજનો આવો વિચાર સરાહનીય અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો છે. અત્યારે જ્યાં આ પત્થર આવેલો છે ત્યાં ભાવનગર સ્ટેટ ના સમયમાં રાણીઓ ની વિડ હતી. પહેલાના રાજા અને રાણીઓ માટે વીડ કે જંગલનો વિસ્તાર રહેતો. આઝાદી બાદ અહીં મીઠાના અગરો બન્યા અને જંગલ વિસ્તારમાં આ પત્થર એમને એમ રહી ગયો. આટલા વર્ષો પાણી અને ધૂળ, વરસાદ સામે રક્ષણ પામીને એ પત્થરનું એમને એમ રહેવું પણ આશ્ચર્યજનક ઘટના છે. આર્કિયોલોજી વિભાગ દ્વારા જો અહીં કોઈ રિસર્ચ કરવામાં આવે તો આ પથ્થર ચોક્કસ કેટલા વર્ષ જૂનો છે તેનો ખ્યાલ આવી શકે.

પ્રાણીઓના શિકાર માટે એ સમયે આ દંડ વધુ ગણી શકાય
બીજા રજવાડાઓ જ્યારે બેફામ શિકાર કરતા ત્યારે ભાવનગર નાં રજવાડાઓમાં પરવાના વિના શિકાર કરવાની મનાઈ હતી. 1972 માં વન્યપ્રાણી સંરક્ષણ માટે નિયમ લાગુ થયો તેની અડધી સદી પહેલા પણ ભાવનગર માં શિકાર કરવા માટે ઘણા પ્રતિબંધો હતા. આજથી 150 વર્ષ પહેલાં જ્યારે 100 રૂપિયામાં અઢળક સોનું આવી શકતું હોય ત્યારે લોકોને શિકાર માટે દંડ કરવો સાબિતી છે કે ભાવનગર નાં રજવાડાઓ પ્રાણી પ્રેમી હતા. એ સમયે તો ક્યાં પ્રાણીનો, કેટલા શિંગાડા વાળું, નર કે માદા વગેરે લખીને પરવાનગી મળતી અને એમાં શરતચૂક થાય તો પણ દંડ થતો. > ડૉ.મહેશભાઈ ત્રિવેદી , એ.સી. એફ બ્લેકબક નેશનલ પાર્ક વેળાવદર

અત્યારના 36 હજાર રૂપિયા કે તેથી વધુનો દંડ
આઝાદી વખતે એક રૂપિયા અને 3.5 ડોલર ની કિંમત સરખી હતી. જો આઝાદી નાં 50 વર્ષ પહેલાં અંદાજિત 5 ડોલર અને એક રૂપિયા ની કિંમત સરખી ગણવામાં આવે તો લગભગ 100 રૂપિયા લેખે અને અત્યાર નાં ડોલર ની રકમ લેખે દંડ ની રકમ લગભગ 36 હજાર ની ગણી શકાય. એટલેકે એ સમયે 100 રૂપિયા નો દંડ અત્યારના 36 હજાર કે તેથી વધુ હોય શકે.

ભાવનગરનાં રાજાઓનો વન્યપ્રાણી સાથે નાતો

 • ભાવનગરનાં રાઓલ ધર્મકુમાર સિંહજી દ્વારા 1920 થી 1960 માં એકમાત્ર ભાવનગર માં ફાલ્કોનરી યુનિટ ની સ્થાપના કરવામાં આવી હતી. રજવાડાઓ નાં વખતમાં ફાલ્કોનરી નો ઉપયોગ શિકારી પક્ષીઓની મદદથી અન્ય પક્ષીઓના કે નાના પ્રાણીઓના શિકાર માટે થતો હતો. જોકે શિકાર ક્યારેય બેફામ થતો નહિ તેને અંગે પણ ઘણા નિયમો હતા.
 • ભાવનગર નાં રાઓલ ધર્મકુમાર સિંહજી દ્વારા લખાયેલ ' ફિલ્ડ ગાઈડ ટુ બિગ ગેમ સેન્સસ ઇન ઇન્ડિયા ' બુક માં સિંહ ગણતરી ની દર્શાવેલ પદ્ધતિ અનુસાર ઇસ. 1968 થી લઈને ઇસ. 1995 સુધી 6 વાર સિંહ ગણતરી કરવામાં આવી. આ પદ્ધતિ માં ' લાઈવ બેઈટિંગ ' નો સમાવેશ થાય છે. એટલેકે શિકાર નાખીને સિંહ ને આકર્ષવો અને ત્યારબાદ ગણતરી કરવી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો