તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોની સમસ્યાનો અંત:ફ્લાયઓવર માટે રેલવેની જગ્યામાં હંગામી રોડને મંજૂરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર-રાજકોટ મુખ્ય માર્ગ પર ફ્લાય ઓવર બ્રિજનું કાર્ય શરૂ હોય આ રોડ પર આવતા-જતા લોકોને પારાવર હાડમારી નડી રહી છે. આ રોડ પર રોજના 50 હજાર જેટલા વાહનો અને રાહદારીઅો પસાર થાય છે. તેઓને મુશ્કેલી નડતો હોય છેલ્લાં 15 દિવસથી રેલવે તંત્રની જગ્યામાં રસ્તાની વ્યવસ્થા માટે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી રેલવે મંત્રી પીયુષ ગોયલ સાથે સંકલનમાં રહીને રજૂઆત કરી રહ્યાં હતા આખરે તેને સફળતા મળી છે અને આ સમસ્યાનો અંત આવ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રીની સૂચના સાથે રેલવેની જગ્યામાં હંગામી રસ્તા બનાવવા માટે સ્થાનિક રેલવે તંત્રએ મંજૂરી આપી દીધી છે.

ભાવનગરમાં બની રહેલા સૌ પ્રથમ ફ્લાયઓવરબ્રીજ માટે રૂા.115 કરોડ અને સૌ પ્રથમ વખત બની રહેલા સિક્સ લેન રોડ માટે 30 કરોડ રૂપિયાની મંજૂરી માટે પણ જીતુભાઇની જહેમત રહી હતી. ફ્લાયઓવર બ્રિજ માટેની આ રજૂઆતની ફલશ્રૂતિ સ્વરૂપે રેલવે હોસ્પિટલ અને રેલવે ક્વાર્ટરવાળી રોડની બન્ને સાઇડની જગ્યાઓમાં સામાન્ય લોકો માટે પણ રસ્તાની વ્યવસ્થા ખુલ્લી કરવાનો નિર્ણય લેવાયો છે. આ હંગામી રોડનું કામકાજ તાત્કાલિક શરૂ કરવા ધારાસભ્ય વાઘાણીએ સૂચના આપી છે. લોકોની સમસ્યાને ધ્યાને લઇને તેનું નિરાકરણ લાવવા બદલ રેલવે મંત્રી પીયુષ ગોયલ, સરકારી તંત્ર અને અધિકારીઓ સહિતનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...