તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:અલંગમાં વેહિકલ સ્ક્રેપ યાર્ડ માટે યોગ્ય સવલતો ઉપલબ્ધ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ટીમ ભાવનગરમાં

ભાવનગરમાં વેહિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટેની ગતિવીધિઓ તેજ બની છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગમાંથી એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુરૂવારે ભાવનગરની મુલાકાતે આવી હતી. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે વિભાગમાંથી આવેલ ટીમના કન્સલ્ટન્ટ સુનેશ સપનજીએ ભાવનગર જીલ્લામાં વેહિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટેની શક્યાતાઓ તપાસવાનો માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે શક્યતા ચકાસવા વાર્તાલાપ કર્યો હતો.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજ ભાંગવાથી નિકળતા સ્ક્રેપ અને કાર ભાંગવામાંથી નિકળતા સ્ક્રેપની પ્રક્રિયાઓ સમાન હોય છે, અલંગમાં જીએમબીની આર્ટ ઓફ ટેકનોલોજી સમાન ટીએસડીએફ સાઇટ આવેલી છે જ્યાં વેહિકલ ભાંગવામાંથી નીકળતો કચરો મોકલી શકાય તેમ છે. ભાવનગર જિલ્લાની રી-રોલિંગ મિલો, ફરનેસ મિલોમાં કાચા માલ તરીકે સ્ક્રેપની અછત વર્તાય છે, જો વેહિકલ સ્ક્રેપ યાર્ડ જિલ્લામાં સ્થાપવામાં આવે તો રોલિંગ મિલોનું ઉત્પાદન બેવડાઇ શકે અને વેચાણ પણ વધી શકે તેવી શક્યતાઓ છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે વિભાગમાંથી આવેલ ટીમે બપોર બાદ અલંગની મુલાકાત લીધી હતી, અને અહીં કામદાર તાલીમ સંકુલ, ટીએસડીએફ સાઇટ, શિપ બ્રેકિંગ પ્લોટની કામગીરીનો અભ્યાસ કર્યો હતો.

વેહિકલ સ્ક્રેપ માટેની કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી તૈયાર થઇ રહેલ છે તે અંગેના પણ સૂચનો મેળવી રીપોર્ટ રજુ કરવાનો છે. હાલમાં જે વાહનો છે તેના ફિટનેસ માટે પોલીસી ઘડવામાં આવી રહી છે જૂની ગાડીઓના કારણે પોલ્યુશન વધે છે. હાલમાં દેશમાં લગભગ 1 કરોડ વાહનો રોડ ઉપર ચલાવવા માટે ફીટ નથી છતાં ચાલી રહેલ છે. એપ્રિલ-2021માં કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરી આ માટે વેબિનાર કરનાર છે. ગવર્નમેન્ટ વ્હીકલ 15 વર્ષથી વધારે ચલાવી શકાતા નથી. વેહિકલ સ્ક્રેપ માટે દેશભરમાં 55 સેન્ટર ઉભા કરવામાં આવનાર છે.

કેન્દ્રીય ટીમના નિષ્ઠા માનચંદા તથા જીએમબીનાં અધિકારી અતુલ શર્મા ઉપસ્થિત રહેલ. ચેમ્બર હોલ ખાતે મુલાકાતી ટીમની સાથે પ્રશ્નોત્તરીનું પણ શેસન રાખવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌએ વેહિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના માટે ભાવનગર જીલ્લો ખુબ જ યોગ્ય હોવાનું જણાવી આ યાર્ડની સ્થાપના ભાવનગર જીલ્લામાં જ થાય તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો