વિશેષ:જિલ્લામાં ચૂંટણી માટે ઓબ્ઝર્વરની નિમણૂંક

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કુમાર ઉદય અને વિપુલ કશ્યપ તથા પોલીસ ઓબ્ઝર્વર તરીકે અનંત શંકર ટકવાલે
  • કોઈ પણ ફરિયાદ કે રજૂઆત કરી શકાશે

વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરીના ભાગરુપે ભાવનગર જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. મહુવા અને તળાજા મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે અભય એ. મહાજન ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર 9512000288 છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-5, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતે (0278-2991238) સંપર્ક કરી શકાશે. ગારિયાધાર અને પાલિતાણા મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે સુધાંશુ મોહન સમલ ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર 9512000289 છે.

આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-7, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતેના (0278-2991235) સંપર્ક કરી શકાશે. ભાવનગર ગ્રામ્ય મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે સુવેન્દુ કાનુનગો ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર 9512000290 છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-8, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતે સંપર્ક કરી શકાશે. ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે મુદાવન્તું એમ. નાયક ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર 9512000291 છે. તે સરકીટ હાઉસ, રૂમ નં-6, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતેના (0278-2991230) સંપર્ક કરી શકાશે.

મહુવાતળાજા અને ગારિયાધાર મતવિસ્તારમાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કુમાર ઉદય ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર 9512000292 છે આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-3, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતે (0278-2991239) સંપર્ક કરી શકાશે. પાલિતાણા,ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અનેભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે વિપુલ કશ્યપ ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર 9512000293 છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૧, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતેના (0278-2991232) સંપર્ક કરી શકાશે.

જિલ્લાના તમામ મતવિસ્તારમાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે અનંત શંકર ટકવાલે ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર 9512000294 છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-9, હિલ ડ્રાઈવ, ભાવનગર ((0278-2991231) સંપર્ક કરી શકાશે.આ મતવિસ્તારોમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને કરી શકે છે.વિધાનસભાની આગામી તા.1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં તેમજ નિષ્પક્ષ યોજાય તે માટે જિલ્લાના સાતેય વિધાનસભા મતક્ષેત્ર માટે ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. અને તેની સમક્ષ કોઈપણ નાગરિક ખર્ચને લગતી કે અન્ય કોઈપણ ફરિયાદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...