છેલ્લા સાત દાયકાથી શિક્ષણ સાથે ટેકનોલોજી દ્વારા ગ્રામ વિકાસ અને કૃષિ શિક્ષણ આપતી સંસ્થા લોકભારતીને યુનિવર્સિટીનો દરજજો અપાયા બાદ આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે શિક્ષણવિદ, લેખક અને વક્તા તરીકે નામના ધરાવતા ડો. ભદ્રાયુ વચ્છરાજાનીની નિમણૂંક કરી કરવામાં આવી છે. શિહોર નજીકના સણોસરા ગામે આવેલી લોકભારતી સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સંસ્થામાં નાનાભાઈ ભટ્ટ, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, નટવરલાલ બુચ સહિતના શિક્ષણવિદોએ સેવા આપેલી છે.
કૃષિ પ્રધાન ભારત દેશમાં લોકભારતી યુનિવર્સિટી રૂરલ ઇનોવેશન તરીકેની પ્રથમ યુનિવર્સિટી જે ટેકનોલોજી દ્વારા ગ્રામ વિકાસના અભ્યાસક્રમો ભણાવે છે. આ સંસ્થામાં કૃષિ-પશુપાલન ગ્રામ વિદ્યા અને આર્ટસનું શિક્ષણ આપવામાં આવે છે અને 70 વર્ષમાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓએ લોકભારતીના અભ્યાસ કરીને વ્યવસાયિક તાલીમ મેળવી છે. આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે ડો. ભદ્રાયુ વચ્છરાજાનીને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અગાઉ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે સાથે યુજીસી એકેડેમિક સ્ટાફ કોલેજના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ અદાણી ફાઉન્ડેશનમાં ચાર વર્ષ સુધી એડવાઈઝર તરીકે કાર્ય કર્યું છે. સૌરાષ્ટ્રની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેઓએ કાર્ય કરી ચૂક્યા છે અને હાલ રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટના પ્રમુખ છે. વિઝડમ સ્કૂલ, ઇન્સ્ટિટયૂટ ઓફ લેંગ્વેજ કોલેજ એન્ડ બી.એડ. કોલેજના માર્ગદર્શક તરીકે પણ સેવા આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.