તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Appointment Letters Were Awarded To 94 Education Assistants Of Bhavnagar District, Program Was Held Through Virtual Medium In The Presence Of The Chief Minister

નિમણૂક:ભાવનગર જિલ્લાના 94 શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો એનાયત કરાયા, મુખ્યમંત્રીની હાજરીમાં વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના હસ્તે શિક્ષકોને શાળાની ફાળવણી અને નિમણૂકના હુકમ અપાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બીનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયો હતો

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 2938 શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્ર એનાયત કરાયાં હતાં દરેક જિલ્લામાંથી પ્રતિનિધિરૂપે ઉપસ્થિત રહેલાં શિક્ષક ભાઇ-બહેનોને નિમણૂંક આપવાના કાર્યક્રમમાં 94 શિક્ષકોની ભાવનગર જિલ્લામાં પસંદગી કરી નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતાં.

મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે, કોરોનાને કારણે છેલ્લાં એક વર્ષથી શિક્ષણ કાર્ય ઓનલાઇન મોડમાં ચાલે છે તેનાથી પ્રત્યક્ષ શિક્ષણની જે ખોટ પડી છે તે આ નવી ભરતીથી પુરાશે, તેમણે કહ્યું કે, મોં જોયાં વગર ફેસલેસ પધ્ધતિથી સંપૂર્ણ પારદર્શિતાથી આ ભરતી કરવામાં આવી છે, શિક્ષકને એક માતા કરતાં પણ ઉંચો દરજ્જો આપણે ત્યાં આપવામાં આવ્યો છે અને શિક્ષણને એક નોબલ વ્યવસાય તરીકે ગણવામાં આવે છે ત્યારે નવી નિમણૂંક પામેલા શિક્ષકો ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં આગળ લઇ જશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા જોડાયેલ શિક્ષકોને આપવામાં આવેલ પાંચ પુસ્તકો વાંચે અને વંચાવે તેમજ રાજ્યનો દરેક શિક્ષક પાંચ વૃક્ષ વાવે તેવો સંકલ્પ કરે તે સમયની જરૂરીયાત છે તેમ જણાવ્યું હતું, તેમણે કહ્યું કે, કોરોનાના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાં પડ્યાં છે પરંતુ તેનાથી શીખવા-શીખવવાની પ્રક્રિયાને મોટી અસર થઇ છે ત્યારે આ ભરતીથી તેની પૂર્તિ કરી શિક્ષણને આગળ લઇ જવાની નેમ વ્યક્ત કરી હતી.

કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે આ શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂંકના હુકમ આપવામાં આવ્યાં હતાં. કલેક્ટરએ નિમણુંક પામનાર તમામ શિક્ષક મિત્રોને શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જોડાવાં માટે અભિનંદન પણ આપ્યાં હતાં, નિમણૂંક પામેલ અન્ય શિક્ષક મિત્રોને ચિત્રા ખાતે યોજયેલ કાર્યક્રમમાં નિમણૂંક અને શાળા ફાળવણી હુકમ આપવામાં આવ્યા હતા.

આ ઓનલાઇન કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, તમામ જિલ્લાઓમાંથી કલેક્ટરઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નિમણૂંક પામેલ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...