ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયા બાદ હવે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજીઓ કરવા ઈચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hsc.gseb.org પર આજે તારીખ 9 જૂનના બપોરના બાર વાગ્યાથી તા. 18 જૂન, સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન અરજી સ્વરૂપે કરાવી શકશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.
હું ચકાસણીની અરજી નિયત ઓનલાઈન એસ બી આઈ ઇ પે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અથવા એસ બી આઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે તેની આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોને નોંધ લેવા બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક અવનીબા મોરીએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.