તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી શૈક્ષણિક વર્ષ 2021-22થી નવી નોન-ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળા ધો.1થી ધો.5, નવી ખાનગી ઉચ્ચ ખાનગી પ્રાથમિક શાળા, ધો.6થી ધો.8 શરૂ કરવા માટે અથવા ક્રમિક વર્ગ/વર્ગ વધારાની મંજૂરી માટે તા.29 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધીમાં http://newschool.orpgujarat.com પરથી નિયત અરજી તમામ જરૂરી વિગતો ભરીને પ્રિન્ટ લઇ આવશ્યક આધારો સાથેની ફાઇલ 2 કોપીમાં તા.20 જાન્યુઆરી,2021 સુધીમાં ભાવનગર નગરપાલિકા/મહાનરગપાલિકા તથા કેન્ટોનમેન્ટ વિસ્તાર માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરને સબમિટ કરવાની રહેશે.
ભાવનગર શહેર તથા મહુવા શહેરમાં નવી શા)/વર્ગ વધારા/ ક્રમિક વર્ગ વધારા માટેની અરજી કરતી વખતે ભાવનગર કોર્પોરેશન પસંદ કરવાનું રહેશે તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે.નવી ખાનગી પ્રાથમિક શાળા કે ખાનગી ઉચ્ચત્તર પ્રાથમિક શાળા શરૂ કરવા માટે અરજી સાથે રૂ.25 હજાર અને વધારાના કે ક્રમિક વર્ગો ખોલવા માટે અરજી દીઠ રૂ.5000ની રકમ ઓનલાઇન અરજી સબકિટ કર્યા બાદ ઓનલાઇન ટ્રેઝરી મારફત નેટ બેન્કિંગથી ભરવાની રહેશે. નેટ બેન્કિંગથી ભરેલી ફી બાબતે કોઇ મુશ્કેલી હોય તો જે તે બેન્ક અથવા સાયબર ટ્રેઝરી હેલ્પલાઇન નં.079-23257325 અને 0798-23257326 પર સંપર્ક કરવાનો રહેશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.