તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિનામૂલ્યે કાનૂની સહાય:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ પેરા લીગલ વોલેન્ટિયર્સ તરીકે સેવા આપવા અરજી કરી શકાશે

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભાવનગર દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કાનૂની સહાય તથા સલાહ મળી રહે તે હેતુસર પેરા લીગલ વોલેન્ટિયર્સ તરીકેની સેવા પૂરી પાડવા ભાવનગર જિલ્લામાં તથા તાબાના તમામ તાલુકાઓમાં પેરા લીગલ વોલેન્ટિયર્સની નિમણૂક કરવામાં આવી છે.

નિવૃત્ત સરકારી કર્મચારીઓ, નિવૃત શિક્ષકો, ડોક્ટર્સ તથા નોન પોલિટિકલ એન.જી.ઓ.ના સભ્યો સ્વેચ્છાએ રસ ધરાવતા હોય તેઓએ જરૂરી ફોર્મ તથા વિગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ભાવનગર ખાતેથી મેળવી તા.17-02-2021 સુધીમાં ભરી પરત કરવાના રહેશે. પેરા લીગલ વોલેન્ટિયર્સ નિમણૂકની વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભાવનગર તથા ભાવનગરના તમામ તાલુકાઓમાં તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે વર્ષ 2020માં જેમણે પેરા લીગલ વોલેન્ટિયર્સ માટેનું ફોર્મ ભરેલ હોય તેમણે ફરીથી ફોર્મ ભરવાનું રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો