ઓનલાઇન આવેદનપત્ર ફરજિયાત:22 નવેમ્બરથી ધો.10ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો ભરાશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • www.gesb.org પર વિગતો મુકવામાં આવી
  • ધો.10 તથા સંસ્કૃત પ્રથમાની પરીક્ષાના આવેદનપત્રો તા.21મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 2022ના વર્ષમાં લેવાનારી ધો.10 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાનો આરંભ તા.22 નવેમ્બરથી ઓનલાઇન આરંભ થશે. ધો.10 તથા સંસ્કૃત પરીક્ષાના તમામ પ્રકારના નિયમિત, ખાનગી, રિપીટર તથા પૃથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને ધો.10 તથા સંસ્કૃત પ્રથમાની પરીક્ષાના આવેદનપત્રો તા.22 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન ભરવામાં આવશે.

આ પરીક્ષાના આવેદનપત્ર 21 ડિસેમ્બરે રાત્રિના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ www.gesb.org પર ભરી શકાશે. તેની તમામ સંબંધિતોને નોંધ લઇને સમયમર્યાદામાં આવેદનપત્રો ભરી દેવા ડીઇઓ એનજી.વ્યાસે જણાવ્યું છે.

આવેદનપત્રો ભરવા અંગેની તમામ વિગતો બોર્ડની વેબસાઇટ www.gesb.org પર મુકવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઇન આવેદનપત્રો ભરવાના રહેશે ધો.10માં રેગ્યુલર વિદ્યાર્થી માટે ફી રૂ.355, નિયમિત રિપીટરને એક વિષય માટે રૂ.130, બે વિષય માટે રૂ.185, ત્રણ વિષય માટે રૂ.240 અને ત્રણથી વધુ વિષય માટે ફી 345 રહેશે.

પૃથ્થક ઉમેદવાર માટે એક વિષય માટે રૂ.185, બે વિષય માટે રૂ.185, ત્રણ વિષય માટે રૂ.240, ખાનગી નિયમિત ઉમેદવાર માટે રૂ.730, એક વિષય માટે રૂ.130, બે વિષય માટે રૂ.185, ત્રણ વિષય માટે રૂ.240 અને ત્રણથી વધુ વિષયો માટે રૂ.345 ફી ભરવાની રહેશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...