નિર્ણય:ગુજકેટ માટેના આવેદનપત્રો 6 જાન્યુ.થી ઓનલાઇન ભરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી
  • www.gseb.org તથા gujcet.gseb.org પરથી 20 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક એ ગ્રુપ, બી ગ્રુપ અને એ બી ગ્રુપના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પાસ ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2023ની પરીક્ષા માટે માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.

ગુજકેટ પરીક્ષાના આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તારીખ 6 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી દરમિયાન ઓનલાઇન ભરી શકાશે તેમ ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ વ્યાસે જણાવ્યું છે.\n\nગુજકેટ માટે પરીક્ષા ફી ₹350 રાખવામાં આવી છે અને એસબીઆઇ પે સિસ્ટમ મારફતે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટબેન્કિંગ દ્વારા અથવા એસબીઆઇ ઇ પેના sbi બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ sbi બ્રાન્ચમાં ભરી શકાશે જેની શાળાના આચાર્યો, વાલીઓ તથા વિદ્યાર્થીઓને નોંધ લેવા જણાવાયું છે

અન્ય સમાચારો પણ છે...