તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:ભાવનગર જિલ્લામાં 16 તારીખે વરસાદની આગાહીના પગલે ખેડૂતોને તકેદારી રાખવા અપીલ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાપણી કરેલ પાક અને ઘાસચારો સલામત સ્થળે રાખવા અનુરોધ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.16/5/2021 સુધીમાં સંભવિત વાવાઝોડાંના કારણે મહદઅંશે સૌરાષ્ટ્રમાં આપણા જિલ્લા ભાવનગરમાં ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે આ પરિસ્થિતિમાં મોટા ભાગે ખેડૂતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેતાં જ હોય છે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે,

ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું, તેમજ હાલ ઉભા પાકમાં શક્ય હોય તો હાલ પૂરતી કાપણીની કામગીરી મુલતવી રાખવી, તેમજ વધુ પવનથી નુકશાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફળોને સમયસર વીણીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી, તેમજ ખાસ કરીને વાવાઝોડાના સમય દરમ્યાન પાલતું પશુઓને ખુલ્લામાં વીજળીના થાભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવાં વગેરે બાબતો નું ધ્યાન રાખવા જણાવ્યું છે,

આ અંગેની વધુ માહિતી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક(તાલીમ) પાસેથી મળી શકશે અથવા જિલ્લા કંન્ટ્રોલ નંબર “1077“ નો સંપર્ક કરવાથી મળી શકશે તેમ જિલ્લા પંચાયત કચેરી ખેતીવાડી શાખાએ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...