તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થેલેસેમીયા દિવસ:કોરોનાકાળમાં રક્તની અછત ના સર્જાય તે માટે થેલેસેમીયાગ્રસ્તો માટે રક્તદાન કરવા અપીલ

ભાવનગર3 મહિનો પહેલા
  • સગાઈ પહેલા યુવક-યુવતીઓને થેલેસેમીયા રિપોર્ટ કરાવવા અપીલ કરાઈ

ભાવનગર બ્લડ બેન્ક સંચાલિત આર.વી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે થેલેસેમીયા અવેરનેસ, કાઉન્સેલીંગ અને કેર સેન્ટર (સેન્ટર ફોર એક્સલન્સ) લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક કાર્યકમો દર વર્ષે કરે છે હાલ કોરોના મહામારીને કારણે આ શક્ય બન્યું નથી પણ લોકો માં હજી પણ થેલેસેમિયા ના રોગ થી અજાણ છે, આ રોગએ કોરોના મહામારી જેવો જ ઘાતક છે.

ભાવનગર બ્લડ બેન્ક સંચાલિત આ સેન્ટરમાં થેલેસેમીયા મેજર દર્દીની સારવાર તેમજ કાળજી લેવામાં આવે છે. આ ઉપરાંત થેલેસેમીયા માઈનરનું રીપોર્ટંગ પણ ટોકન ચાર્જથી કરવામાં આવે છે. ભાવનગર બ્લડ બેન્ક પ્રથમ તબક્કામાં થેલેસેમીયા બાળકોને ફ્રી લોહી આપતું હતું બીજા તબક્કામાં આર.વી.શાહ થેલેસેમીયા અવેરનેસ, કાઉન્સેલીંગ, કેર સેન્ટર દ્વારા અંદાજીત 250 જેટલા બાળકોને દર મહિને લોહી ચઢાવવાનું, કાઉન્સેલીંગ, દવા, આપવાનું કાર્ય 2014 થી શરૂ કરવામાં આવ્યું છે.

કાઉન્સેલીંગ દ્વારા દર્દીઓ અને વાલીઓને રોગ અને તેની સારવાર તેમજ રીપોર્ટીંગ વિશેની સમજ આપવામાં આવે છે આયર્ન ચિલેટીંગ તેમજ ખોરાક વિશેની જાણકારી પણ આપવામાં આવે છે. આમ થેલેસેમીયા મેજર માટેની સંપૂર્ણ સાર -સંભાળ અને તકેદારી સમજાવી દર્દીનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટેના સચોટ પગલાં સેન્ટરમાં કરવામાં આવે છે. આ માટે સેન્ટરમાં કાઉન્સેલીંગકે ગ્રુપ કાઉન્સેલીંગ સમજાવાથી શક્ય બને છે.

'મારો દીકરાને અને દર પંદર દિવસે બ્લડ ચઢાવવું પડે છે'
થેલેસેમિયાગ્રસ્ત બાળકના વાલી મેણુસભાઈ ભીમાભાઈ કુવાડીયાએ જણાવ્યું કે મારો દીકરો અને દર પંદર દિવસે બ્લડ ચઢાવવું પડે છે, ભાવનગર બ્લડ બેન્ક માં રોજના 15 થી 20 બાળકો બ્લડ માટે આવે છે અમુક બાળકોને દર 15 દિવસે બે- બે બ્લડ ના. બાટલા ચડાવવા પડે છે તો અમુક બાળકોને એક બાટલો ચડાવવો પડે છે, અત્યારે બ્લડની ખૂબ જ જરૂરિયાત છે હાલ કોરોનાની મહામારી ને કારણે બ્લડ દેવાથી લોકો અત્યારે બીવે છે, બ્લડ દેવાથી બીજી કોઈ તકલીફ થતી નથી બ્લડની અછતના કારણે ખૂબ જ તકલીફ અમારા જેવા બાળકોને પડે છે દરરોજની 15 થી 20 બોટલો બ્લડની જરૂરિયાત છે, લોકો વધારે બ્લડ આપે તેવી અપીલ કરું છું.

બીજું તો ખાસ મારે એ કહેવાનું થાય કે સગાઈ થાય એ લોકો કુંડળી ન જોવે.... પેલા બંને જણા થેલેસેમિયા રિપોર્ટ કરાવે જો રિપોર્ટમાં માઇનોર છે કે મેજર તે તપાસ કરાવે જો રિપોર્ટથી થેલેસેમિયા અટકી શકે છે, જે તકલીફ અમારા ઘરે છે તે તકલીફ તમારા ઘરે ન આવે, એક સાથી માઈનોર અને બીજો સાથી ઓપન હશે તો ચાલશે, પરંતુ બંને માઇનોર હશે તો તેના બાળકો ને થેલેસેમિયા ગ્રસ્ત જન્મ લેશે,

'રસી લીધા પછી 28 દિવસ સુધી રક્તદાન નથી કરી શકાતું'
જતીનભાઈ જણાવ્યું હતું કે હાલના કોરોનાની મહામારી માં જ્યારે ભારત સરકાર 1 મે થી યુથને 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોઈ ની રસી કાર્ય શરૂ કરેલ છે તે ખૂબ જ પ્રશંસનીય છે પરંતુ રસીના કારણે યુવાનો જે નિયમિત રક્તદાન કરતા હોય છે તે 28 દિવસ સુધી નથી કરી શકતા જેને કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો ને લોહીની તાતી જરૂરિયાત હોય છે, યુથ જનરેશનને જે લોકોને રસી લેવાની બાકી છે તેમણે ભાવનગર બ્લડબેંક ના માધ્યમથી અપીલ કરીએ છીએ કે રસી લેતા પહેલા દરેક યુવાનો થેલેસીમિયા બાળકો માટે મતદાન અવશ્ય કરો તેવી અપીલ કરું છું.

ભાવનગર બ્લડબેંકમાં 200 થી વધારે થેલેસેમિયા મેજર બાળકોની સારવાર
રેખાબેન વાઢેરે ભાવનગરની જનતાને ખાસ જણાવવાનું છે કે ભાવનગર બ્લડ બેંકમાં 200 થી વધુ થેલેસીમિયા મેજર બાળકો સારવાર લઇ રહ્યું છે, હાલની કોરોનાની મહામારી ને લોકોને ખૂબ જ લોકોને ભવ્ય છે લોકો ડરી રહ્યા છે કે રક્તદાન કરવાથી ઇમ્યુનિટી ઘટી જશે, આ લોકોને કોરોના લાગી જશે તેવા ભયને કારણે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા નથી અમે લોકોને વિનંતી કરીએ છીએ કે જે લોકો નિયમિત રક્તદાન કરે છે તેઓ રક્તદાન કરે કારણ કે થેલેસીમિયા બાળકોના વાલીઓ હતી લોકોને અપીલ કરીએ છીએ અમે રક્તદાન કરવાથી કોઈની ઈમ્યુનિટી પાવર ઓછું થશે નહીં આપના રક્તદાનથી આ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવન બચી શકે છે.

આ એક કોરોના મહામારી જેવો જ થેલેસેમિયા રોગ છે જો બે દિવસ વધુ જો લોહી માટે રાહ જોઈશું તો એની ગંભીર અસર થવાની શક્યતાઓ છે એના માટે ફરીથી ભાવનગરના નાગરિકોને સરદાનગર બ્લડ બેંક ખાતે નિયમિત રક્તદાન કરો, ખાસ તો યુવાનો જે વેક્સિન લેતા પહેલા રક્તદાન અવશ્ય કરો કારણકે થેલેસેમિયાના વાલીઓ લોહી આપી શકતા નથી તેઓ માઇનોર હોય છે એટલે કે હિમોગ્લોબીનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તમારા જેવા રક્તદાતાઓ જ આ બાળકોની જિંદગી બચાવી શકે છે રક્તદાન એજ મહાદાન.

થેલેસેમીયા એટલે શું છે?
થેલેસેમીયા લોહીની એક પ્રકારની વિલક્ષણતા છે જે ખાસ કરીને એક પેઢીના અસરગ્રસ્ત માણસો દ્વારા બીજી પેઢીમાં આવે છે. થેલેસેમીયા બે પ્રકારે જોવા મળે છે. થેલેસેમિયા માઇનર અને મેજર બે પ્રકારો છે,

થેલેસેમીયા માઈનર
​​​​​​​
થેલેસેમીયા માઈનર કોઈ પણ પ્રકારનો રોગ નથી. પરંતુ તે થેલેસેમીયા મેજર રોગના વાહક હોય છે. થેલેસેમીયા માઈનર લોકો પોતાનું સામાન્ય જીવન જીવે છે પરંતુ તે લોકોમાં લોહીના ટકા (HB%) ક્યારેક ઓછા જોવા મળે છે. થેલેસેમીયા માઈનર લોકોને લોહી ચડાવવું પડતું નથી

થેલેસેમીયા મેજર
​​​​​​​આ એક આનુવાંશિક રોગ છે જે થેલેસેમીયા દર્દીઓને તેમના માતા પિતામાંથી મળે છે. બે થેલેસેમીયા માઈનર લોકોના પરસ્પર લગ્નથી થેલેસેમીયા મેજર બાળક જન્મવાની શક્યતા રહેલી છે.

થેલેસેમિયા મેજર દર્દીઓને જન્મતા બે રીતે અટકાવી શકાય

​​​​​​​(1) બે થેલેસેમિયા માઈનર વચ્ચેના લગ્ન અટકાવવાઆ માટે દરેક અવિવાહીત યુવક-યુવતિઓના થેલેસેમિયા માઈનરના રિપોર્ટ ફરજીયાત કરવા જરૂરી છે.

- આથી થેલેસેમીયા માઈનરના લગ્ન પૂર્વે ટેસ્ટથી થેલેસેમિયા મેજર બાળકોના જન્મ અટકાવી શકાય છે,- થેલેસેમિયા મેજર અટકાવવા માટે પ્રચાર ઝુંબેશ અને તે સમયે રક્ત પરિક્ષણ એ બે વાત સૌથી મહત્ત્વની છે,- સગાઈ પહેલે થેલેસેમિયા પરિક્ષણ ફરજીયાત બનાવવા ધારો લાવવાની ઝુંબેશને ટેકો આપો. - વિવાહ કરનાર યુગલ સગાઈ પહેલાં જ થેલેસેમિયા પરીક્ષણ કરાવી લે તે માટે તેમનું કાઉન્સીલીંગ કરવું,- ભવિષ્યમાં મા-બાપ બનવાના હોય તેવા યુગલોને પણ થેલે.માઈનરના રિપોર્ટ માટે માર્ગદર્શન આપવું જરૂરી છે.

(2) પ્રિનેટલ પ્રેગનન્સી ટેસ્ટ ​​​​​​​જો બંને પાર્ટનર થેલેસેમીક માઈનર હોય તેવા કિસ્સામાં પ્રેગનેન્સીના 12 અઠવાડિયા બાદ પ્રિનેટલ પ્રેગનન્સી ટેસ્ટ કરાવવાથી આવનાર બાળક સામાન્ય કે થેલેસેમિયા મેજર હશે તે માહિતી મેળવી શકાય છે,

- થેલેસેમિયા મેજર બાળકના કિસ્સામાં ગર્ભપાત કરાવી શકાય છે,- આ રિપોર્ટસ પ્રેગનન્સીના 12 અઠવાડિયા થી 18 અઠવાડિયામાં કરવાથી બાળક વિશે સંપૂર્ણ જાણકારી મળે છે.- આ પ્રક્રિયા રોગ નિષ્ણાત ડોકટરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...