આયોજન:ભાવનગર વન વિભાગ દ્વારા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેળાવદરની ટીમ દ્વારા વેબીનાર, રાજહંસ નેચર કલબ સાથે સાફ સફાઈ કરવામાં આવી

તા. 2 ઑક્ટોબર થી તા. 8 ઑક્ટોબર સુધી વિશ્વ વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. વન્ય જીવ સંરક્ષણ અંગે લોક જાગૃતિ કેળવવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુની નાં મરીન સાયન્સ ભવન અને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તા. 2 ઑક્ટોબર નાં રોજ બપોરે 3.30 થી 5.30 દરમિયાન વેબીનાર યોજાયો હતો જેમાં 8 રાજ્ય નાં કુલ 200 થી વધારે લોકો જોડાયા હતા. જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ નાં મુખ્ય વન સંરક્ષક ડી ટી વસાવડા, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નાં મદદનીશ વન સંરક્ષક એમ.એચ. ત્રિવેદી, એમ.કે.બી.યુ.નાં કુલપતિ ડૉ.મહિપતસિંહ ચાવડા અને મરીન સાયન્સ ભવન નાં વડા ડો. ઇન્દ્ર ગઢવી ની ઉપસ્થિત માં યોજાયો હતો.

ગુજરાત વન્ય જીવ ક્રાઇમ વિભાગ નાં વન સંરક્ષક વી.જે.રાણા દ્વારા વન્ય જીવ પ્રત્યે નાં ગુનાઓ ઘટાડવા માટે સામાન્ય નાગરિકો શું ભાગ ભજવી શકે તેના વિશે તો ગુજરાત રાજ્ય નાં વન અને પર્યાવરણ મંત્રાલય નાં અધિક સચિવ એસ.જે. પંડિત દ્વારા સરકાર વન્ય જીવ પ્રત્યે નાં ગુનાઓ ઘટાડવા શું પગલાં લઈ રહી છે તેના વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન નાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.જે. વાંદા દ્વારા કાયદા દ્વારા સુરક્ષિત જીવો અંગે વાતચીત કરવામાં આવી હતી. આ દિવસે વહેલી સવારે જ વેળાવદર ખાતે કોલેજ ઓફ એગ્રી કલ્ચર, અમરેલી જિલ્લા નાં 42 વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી. વેળાવદર નાં એ.સી.એફ. એમ.એચ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...