ધરપકડ:ચીકલીકર ગેંગ પાસેથી ચોરીના દાગીના ખરીદનાર વધુ એક સોની વેપારી ઝડપાયો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરતેજની એક અને શહેરની 32 ઘરફોડીમા ચાર શખ્સો ઝડપાયા હતા
  • આરોપીના બે દિવસના રીમાન્ડ મેળવી ચોરીનો મુદામાલ કબ્જે લીધો

ભાવનગર એલસીબી ટીમે ગત તા.28 ના રોજ ચોરીઓના અનેક ગુન્હાઓમાં અગાઉ પકડાયેલ ચીકલીકર ગેંગના રામસીંગ અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી, શ્યામસીંગ અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી, જયતો કૌર અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી, પ્રતાપસીંગ મનજીતસીંગ દુધાળા ને કુલ રૂ. 5,54,964 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જેના કોર્ટ મારફત રીમાન્ડ લેવાયા હતા.રીમાન્ડ દરમ્યાન આરોપીઓએ ચોરીના દાગીના કયાં કયાં વેચાણ કર્યા છે. તે અંગે આરોપીઓને કબુલાત બાદ પોલીસે આખલોલ જકાતનાકા પાસેથી એક સોની વેપારીની ધરપકડ કરી હતી. જયારે બે દિવસ પહેલા ચોરીના દાગીના ખરીદનાર વધુ એક સોની વેપારીની ધરપકડ કરવામા આવી હતી.જેના રીમાન્ડ મેળવાયા છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ ચીકલીકર ગેંગ દ્વારા મોટા ભાગની ચોરી ડી.ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમા કરી હોય ડી.ડીવીઝન પોલીસે ગેંગના ચારેય સભ્યોની કબ્જો લઇ પુછતાછ હાથ ધરતા અગાઉ ચોરીના દાગીના ખરીદનાર આખલોલ જકાતનાકા પાસે આવેલ અંબાજી જવેલર્સ ના માલીક શૈલેષ રસીકલાલ નામના શખ્સની ધરપકડ કરી હતી.તેમજ બાદમાં શહેરની મુખ્ય સોની બજારમાં આવેલ શીવમ જવેલર્સના માલીક અજય ચંપકલાલ ચાંપાનેરીને નજરકેદ કરી કોરોના રીપોર્ટ કરાવાયો હતો. જે નેગેટીવ આવતા તેની ડી.ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી.મકવાણાએ ધરપકડ કરી કોર્ટમા રજુ કરતા અદાલતે તેના આવતીકાલ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ દરમ્યાન સોની વેપારીએ ખરીદ કરેલ ચોરીના સોનાના દાગીના પોલીસે કબ્જે લીધા હતા. આમ બીજા સોની વેપારીની ધરપકડને SP રાઠોરે તેમજ ડી.ડીવીઝન પોલીસ મથકના PSI મકવાણાએ સમર્થન આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...