ત્રિમાસિક ગ્રાન્ટ:ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ₹5,000 ની ગ્રાન્ટ આપો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિમાસિક ગ્રાન્ટ એડવાન્સમાં ફાળવવી જરૂરી

ગુજરાત સરકાર દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણ આપીને શિક્ષણ પ્રણાલી અને એના માળખાકીય પરિવર્તન માટે પહેલ કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વર્ષોથી વર્ગ દીઠ માસિક રૂપિયા 1500થી 2500 રૂપિયાની મર્યાદામાં ગ્રાન્ટ આપવામાં આવે છે ગ્રાન્ટની નીતિ ઘડ્યાને પણ વર્ષો વીતી ગયા છે.

ત્યારે મોંઘવારીના પ્રમાણમાં ગ્રાન્ટ આપવાના દરમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી અને કારણે ગ્રાન્ટેડ શાળાઓની આર્થિક સ્થિતિ ઘણી નબળી બની છે તેમ રાષ્ટ્રીય મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરીને ગુજરાત રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા જ્ઞાનસેતુ ડે સ્કૂલ જ્ઞાનશક્તિ સ્કૂલને આપવામાં આવતી ગ્રાન્ટની જેમ વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹5,000ની ગ્રાન્ટ ફાળવવા તથા પ્રવાસી શિક્ષક, ક્લાર્ક તથા પટાવાળાની ત્રિમાસિક એડવાન્સ ગ્રાન્ટ ફાળવવા જણાવ્યું છે.

સરકાર દ્વારા પરોક્ષ રીતે ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવો પણ લોકમત છે આવા સંજોગોમાં સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹5,000ની ગ્રાન્ટ વિદ્યાર્થી દીઠ સ્ટેશનરી પરીક્ષા ખર્ચ જેમાં 2000 મકાન મેઇન્ટેનન્સ લાઈટ બિલ માટે રૂપિયા 2000 તેમજ કેરિયર માર્ગદર્શન સ્કીલ ડેવલોપમેન્ટ માટે રૂપિયા 1000 મળીને કુલ 5000ની વિદ્યાર્થી દીઠ વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવે.

આ ઉપરાંત મંજૂર મહેકમની સામે ભરતીના વિકલ્પ રૂપે આપવામાં આવતા પ્રવાસી શિક્ષકોને સમયસર શૈક્ષણિક કાર્ય માટે સંસ્થામાં રાખી ગુણવત્તા યુક્ત શિક્ષણ આપી શકાય તે માટે પ્રવાસી શિક્ષક દીઠ માસિક રૂપિયા 30,000, પ્રવાસી ક્લાર્ક દીઠ માસિક ₹25,000 તેમજ પ્રવાસી પટાવાળા 20,000 તેમજ વિદ્યાર્થી દીઠ રૂપિયા 5,000ની ગ્રાન્ટ શાળાને ત્રિમાસિક એડવાન્સમાં ફાળવવા નિર્ણય કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થાના નિભાવ માટે ખર્ચની જોગવાઈમાં વધારો કરવામાં આવશે તો શિક્ષણ તથા વિદ્યાર્થીઓના હિતમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...