ભાવનગરના આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે લોકવૈજ્ઞાનિક અને આ સંસ્થાના વડા અરુણભાઈ દવેએ લોકશાળાના શિક્ષણ મૂલ્ય તરીકે હૃદય અને મગજની લડાઈના ચાલતા આ યુગમાં હૃદયને પ્રાધાન્ય આપવાની શીખ આપી હતી.
કોરોના પરિસ્થિતિ માર્ગદર્શિકા સાથે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ કાર્યકરો અને વિદ્યાર્થીઓના સંકલન સાથે યોજાયો હતો. જેમાં મુખ્ય ઉદ્ગબોધન લોકવૈજ્ઞાનિક અને આ સંસ્થાના વડા માર્ગદર્શક અરુણભાઈ દવેએ અહીંયા ક્રમશઃ વધી રહેલી સુવિધાઓનો આનંદ વ્યક્ત કરી ભૌતિક સુવિધાઓ સાથે સંસ્થાના મૂલ્ય સાતત્યનો ઉલ્લેખ કર્યો હતો.
લોકશાળાના શિક્ષણ મૂલ્ય તરીકે હૃદય અને મગજની લડાઈના ચાલતા આ યુગમાં હૃદયને પ્રાધાન્ય આપજો તેમ શિખ આપી ઈશ્વર તત્વમાં શ્રદ્ધા રાખવા અનૂરોધ કર્યો હતો. તેઓએ આ માટે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ નઈ તાલીમ જ કેન્દ્રસ્થાને રહ્યાનો ઉલ્લેખ કર્યો.
રાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતેના આ વાર્ષિકોત્સવમાં નિયામક સુરશંગભાઈ ચૌહાણે બે વર્ષના અહેવાલ આપતા વિવિધ આયોજનો અને મળેલી સિદ્ધિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે સંસ્થા પરિવારના કાર્યકર્તા અગ્રણીઓ લાલજીભાઈ નાકરાણી, રામચંદ્રભાઈ પંચોલી તથા હસમુખભાઈ દેવમુરારીએ પ્રાસંગિક વાતો કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.