પરીક્ષા:પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ પ્રશ્નપત્રોનો સમય સવારના આઠ કલાકનો
  • 3જી એપ્રિલથી ધો. 3 થી 5ની અને 12મી એપ્રિલથી ધોરણ 6 થી 8ની પરીક્ષાઓ શરૂ થશે

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ ત્રીજી એપ્રિલથી ધોરણ ત્રણ થી પાંચની અને બારમી એપ્રિલથી ધોરણ છ થી આઠ ની પરીક્ષાઓ શરૂ થશે. તમામ પ્રશ્નપત્રોનો સમય સવારનો આઠ કલાકનો રહેશે.

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનું ટાઈમ ટેબલ આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ત્રીજી એપ્રિલથી ધોરણ ત્રણ થી પાંચની પરીક્ષાઓ શરૂ થશે.જે તારીખ અગિયાર એપ્રિલે પૂર્ણ થશે.

ત્યારબાદ તારીખ બાર થી ધોરણ છ થી આઠની પરીક્ષાઓ શરૂ થશે. તમામ પ્રશ્નપત્રનો સમય સવારના આઠ વાગ્યાથી જ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ત્રણ થી પાંચ ની પ્રાથમિક શાળાઓમાં ત્રીજી તારીખે પ્રથમ ગણિતનું પ્રશ્નપત્ર રહેશે,તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ધોરણ છથી આઠમાં તારીખ બારના દિવસે પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતીનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...