મુશ્કેલી:ટેકનિકલ તકલીફો વચ્ચે વેપારીઓને હેરાનગતિ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉતાવળે ફરજીયાત બનાવાયેલા જીએસટીના ઈ-ઈન્વોઈસિંગ અંગે‌ મુશ્કેલી
  • 35% ડીલરો ઈ-ઇન્વોઇસિંગમા સંકળાઇ ગયા : ઓનલાઈન હાડમારી

તારીખ 1લી એપ્રિલ 2022થી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓ માટે ઈ-ઈન્વોઈસ ફરજિયાત બનાવવામાં આવ્યું છે પરંતુ તેના અંગેની ટેકનિકલ પૂર્વ તૈયારીઓ તરફ સરકારે ધ્યાન નહીં આપતા વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈ-ઇન્વોઇસિંગ ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ અંદાજે 30થી 40 ટકા ડીલરો 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓની મર્યાદામાં સમાવિષ્ટ થઇ ગયા છે. સરકાર દ્વારા ઈ-ઇન્વોઇસિંગ આ બાબતે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી નહીં હોવાને કારણે વેપારીઓને લોગીન થવામાં જ તકલીફ પડી રહી છે.

નસીબજોગે જો લોગીન થઇ જવાય તો વેપારીઓને આગળ ની પ્રોસિજર અનેક કોઠાઓ વિંધવા પડે છે. આ અંગે ભાવનગર ના કર નિષ્ણાત ભરતભાઈ શેઠે જણાવ્યું હતું કે, ઈ-ઇન્વોઇસિંગ માટે ની પ્રોસિજર ખૂબ લાંબી છે, પહેલા વેપારીએ પોતાના ડેટા તૈયાર કરી એને પોર્ટલ પર દાખલ કરવાનો હોય છે ત્યારબાદ તેમાં એઆરએન નંબર આવે છે, આ નંબર દાખલ થયા પછી જ ઈ-ઇન્વોઇસિંગ જનરેટરની પ્રક્રિયા આગળ ધપે છે.

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે આ પ્રથા ફરજિયાત હોવાને કારણે વેપારીઓ મેન્યુઅલી વડે પોતાનો માલ રવાના કરી શકતા નથી, જ્યાં સુધી ઈ-ઇન્વોઇસિંગ જનરેટ ન થાય ત્યાં સુધી વેપારીઓ માલ રવાના કરી શકતા નથી. માલ ખરીદનાર વેપારીઓને પણ અનેક પ્રશ્નો ઉભા થઇ શકે છે માલ વેચનાર વેપારી માટે જો ઈ-ઇન્વોઇસ ફરજિયાત હોય છતાં તેઓએ સાધુ ઇન્વોઇસ આપ્યું હોય તો તે માન્ય ગણી શકાય તેમ નથી અને તેની વેરાસા માલ ખરીદનાર વેપારી ને મળી શકે નહીં.

જે‌ વેપારીઓને ઈ-ઇન્વોઇસિંગ ફરજીયાત છે, તેઓએ ઈ-ઇન્વોઇસિંગ કર્યા પછી પણ બનાવવું કે કેમ તેના અંગે પણ વેપારીઓમાં ભારે અસમંજસતાઓ પ્રવર્તી રહી છે. ટેકનિકલ રીતે જીએસટીએન‌‌ દ્વારા ઓનલાઇન અંગેના અલગ વેબસાઈટ બનાવવામાં આવી હોવા છતાં તેમાં ઈ-ઇન્વોઇસ જનરેટ કરતી વખતે વેપારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અલંગની જહાજની મશીનરી ઓની નિકાસના ક્ષેત્રે સંકળાયેલા વેપારી વાય.એમ.લાખાણીના જણાવ્યા પ્રમાણે, વેપારીઓ પોતાનો ડેટા ભેગા કરી અને પોર્ટલ પર એન્ટ્રી કરે છે અને ત્યારબાદ એ. આર. એન. પોર્ટલ પરથી રિલીઝ થાય છે, અને ત્યારબાદ ઓનલાઇન ઇન્વોઇસ જનરેટ થાય છે. આ પ્રક્રિયામાં ક્યાંય પણ ટેકનિકલ ક્ષતિઓ સર્જાય તો વેપારીઓએ નવેસરથી કામગીરી હાથ ધરવી પડે છે, આમ એક ઓનલાઇન ઇન્વોઇસ જનરેટ કરવા માટે વેપારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓને ફરજિયાત પણે ઈ-ઇન્વોઇસિંગ ક્ષેત્રે સામેલ કરવામાં આવ્યા ના નિયમો અંગે પણ વેપારીઓમાં કચવાટ જોવા મળે છે તેઓના મતે 35 ટકા જેટલા વેપારીઓ ઈ-ઇન્વોઇસિંગ માટે ફરજિયાત તો થઈ ગયું છે પરંતુ ટેકનિકલ ક્ષતિઓને કારણે અનેક મુશ્કેલીઓ અનુભવાઇ રહી છે. સરકાર દ્વારા વેબસાઈટની ટેકનિકલ મજબૂતાય અને સક્ષમતા હાંસલ કર્યા બાદ જ આવા પ્રકારની ઈ-ઇન્વોઇસિંગ પ્રક્રિયાઓ ફરજીયાત બનાવવી જોઇએ તેવો સૂર ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...