તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષાના નામે અતિરેક:અડધા ભાવનગરને અડધો દિવસ બંધી બનાવતા નગરજનો હેરાન

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાને જવા અને દવા લેવા પણ મુશ્કેલી પડી
  • બેરીકેટને લીધેે સરકારી નોકરીયાત, બેન્ક કર્મીઓ, વ્યવસાયીઓ સમયસર પહોંચી ના શક્યા

ભાવનગરમાં નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજીના યાત્રા વગરના રથની રક્ષા માટે 3000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા. ભગવાન જગન્નાથજીનો રથ જે રૂટ પરથી પસાર થવાનો હતો તે સાડા સતર કિલોમીટર પર 144 ની કલમ લાગુ કરાઈ હતી. આજે સોમવારે વહેલી સવારથી જ રથયાત્રાના રૂટને સ્પર્શતા તમામ નાના મોટા રસ્તા અને ખાચા ગલીને બેરીકેટથી બંધ કરી દેવામાં આવ્યા હતા. આજે ચોક્કસ અષાઢી બીજ હતી પરંતુ જાહેર રજા નહીં હોવાને કારણે સરકારી કચેરીઓ, બેંક, જુદા જુદા વ્યાવસાયિક એકમો શરૂ હતા.

જેથી કર્મચારીઓ અને અન્ય વ્યવસાયીઓને પોતાની ઓફિસ કે એકમો પર પહોંચવું સાત કોઠા વિંધવા જેવુ હતું. કર્મચારીઓ અને બેન્ક સહિતના સ્ટાફ ખાંચા ગલીમાંથી બેરીકેટને કારણે નીકળી શકે નહીં અને મુખ્ય રસ્તા પરથી પોલીસ પસાર થવા ન દે. પોલીસ જવાનોને આપેલી કડક સૂચનાનું પાલન કરવા અનેક બેંક અને સરકારી કર્મચારીઓને પાછા ધકેલ્યા હતા. રથયાત્રાના રૂટ સિવાયના વિસ્તારોમાં આવેલા હીરાના કારખાનાઓ, દુકાનો, દવાખાના સુધી પણ લોકો પહોંચી નહીં શકતા ભારે હાડમારી સહન કરવી પડી હતી.

અનેક રત્નકલાકારોને અડધો દિવસનો પગાર પણ કપાયો હતો. આટલું જ નહીં પરંતુ રથયાત્રાના રૂટ પરના મોટાભાગના મેડિકલ સ્ટોરને પણ બંધ રખાયા હતા. અને જે મેડિકલ સ્ટોર ખુલ્લા હતા તેના સુધી દવા લેવા માટે લોકો પહોંચી શકતા ન હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નગરજનો સામેલ ન હતા અને દર્શનાર્થીઓને પણ મનાઈ હતી. તેમ છતાં ભાવનગરના નગરજનોને અડધો દિવસ કેદ રખાતા તંત્ર સામે ભારે નારાજગી ફેલાયેલી હતી.

મહિલાને દવાખાને જતા પોલિસે અટકાવી
શહેરના ડાયમંડ ચોક પાસે તો કર્ફ્યુ હોવા છતાં ચારે બાજૂ જેમ યુદ્ધ કે તોફાન જેવી સ્થિતિ સર્જાઇ હોય તેમ બેરિકેટ ગઇ કાલ સાંજથી રાખી દીધા હતા. આ વિસ્તારમાં એક મહિલાને તત્કાલ દવાખાને જવું પડે તેવી હતુ પણ પોલીસે તેને અટકાવ્યા હતા. લાંબી પૂછપરછ કરી હતી.

રથયાત્રા તો પુરી થઈ પરંતુ બેરીકેટનું બંધન દૂર ના થયું
જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રવાહકો દ્વારા રથયાત્રાના રૂટ પર બેરીકેટના બંધન રાખ્યા હતા. પરંતુ બપોરે રથયાત્રા પૂરી થઇ ગયા બાદ મોડી સાંજ સુધી પણ બેરીકેટ નહિ હટાવાતા વાહન ચાલકોને હાડમારી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...