આયોજન:ધો.3થી 8ના છાત્રોનું બીજા સત્રની એકમ કસોટીનું સમયપત્રક જાહેર

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંતિમ કસોટી 4 માર્ચે લેવામાં આવશે
  • સતત મૂલ્યાંકનના હેતુસર લેવાતી એકમ કસોટીમાં 10 ડિસેમ્બરથી ધો.3થી 5 તથા 6થી 8માં કસોટી લેવાનું આયોજન

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સતત મૂલ્યાંકનના હેતુસર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ તેથા ખાનગી પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ લેવાય છે. શૈક્ષણિક વર્ષ 2021-22ના બીજા સત્રમાં ધો.3થી ધો.8ના વિદ્યાર્થીઓ માટે યોજાનારી કસોટીઓ માટે સમગ્ર આયોજન ઘડવામાં આવ્યું છે.

જીસીઇઆટીના સચિવે જણાવ્યું છે કે આ સમયપત્રક મુજબ 10 ડિસેમ્બરથી ધો.3માં ગુજરાતી, ધો.4માં ગણિત, ધો.5માં પર્યાવરણ તેમજ ધો.6માં ગુજરાતી, ધો.7માં વિજ્ઞાન તથા ધો.8માં સોશિયલ સાયન્સની કસોટી લેવાશે. જ્યારે 17મી ડિસેમ્બરે ધો.5માં હિન્દી, ધો.6માં સાયન્સ, ધો.7માં સોશિયલ સાયન્સ તથા ધો.8માં અંગ્રેજીની કસોટી લેવાશે. તા.24 ડિસેમ્બરે ધો.3માં મેથ્સ, ધો.4માં પર્યાવરણ તથા ધો.5માં ગુજરાતી, ધો.6માં સોશિયલ સાયન્સ, ધો.7માં અંગ્રેજી તથા ધો.8માં મેથ્સની કસોટી લેવાશે.

જાન્યુઆરી માસમાં 7મીએ ધો.5માં અંગ્રેજી તથા અંગ્રેજી, ધો.6માં અંગ્રેજી, ધો.7ગણિત તથા ધો.8માં સંસ્કૃતની કસોટી લેવાશે. તા.12 જાન્યુઆરીએ ધો.3માં પર્યવરણ, ધો.4માં ગુજરાતી, ધો.5માં ગણિત તથા ધો.6માં થણિત, ધો.7માં સંસ્કૃત તથા ધો.8માં ગુજરાતીની કસોટી લેવાશે.

તા.21 જાન્યુઆરીએ ધો.4માં હિન્દી, ધો.6માં સંસ્કૃત, ધો.7માં ગુજરાતી તથા ધો.8માં સાયન્સની કસોટી લેવાશે. તા.28 જાન્યુઆરીએ ધો.3માં ગુજરાતી, ધો.4માં ગણિત, ધો.5માં પર્યાવરણ તથા ધો.6માં ગુજરાતી, ધો.7માં સાયન્સ તેમજ ધો.8માં સોશિયલ સાયન્સની કસોટી લેવાશે. આવી જ રીતે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ કસોટી અંગે યોગ્ય કાર્યવાહી કરવા તમામ ડીઇઓ તેમજ, શાસનાધિકારી તેમજ ડીપીઇઓને જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...