ભાવનગરના વિકાસ માટે અનેક પ્રોજેક્ટો પાઈપલાઈનમાં છે આ પ્રોજેક્ટો પૂર્ણ થાય અને ચેમ્બરના હોલનું સ્વપ્ન સાકાર થાય તે માટે મારા કાર્યકાળ દરમિયાન ટીમના સભ્યો સાથે હું પ્રયત્નશીલ રહીશ તેમ આગામી 2 વર્ષ માટે પ્રમુખ તરીકે બીનહરીફ ચૂંટાયેલા દિલીપભાઈ કામાણીએ જણાવ્યું હતું. ઉપ-પ્રમુખ તરીકે પ્રકાશભાઈ એમ. ગોરસીયાની બિનહરીફ વરણી થયેલ છે. દિલીપભાઇ કમાણી સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજીંગ કમિટીમાં છેલ્લાં 16 વર્ષથી સક્રિયરીતે જોડાયેલા છે હાલ ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે.
જ્યારે ઉપ-પ્રમુખ તરીકે પ્રકાશભાઈ એમ. ગોરસીયાની બિનહરીફ વરણી થયેલ છે. તેઓ સૌરાષ્ટ્ર ચેમ્બર સાથે છેલ્લા 8 વર્ષથી સક્રિયરીતે જોડાયેલા છે. હાલમાં તેઓ ભાવનગર ડિસ્ટ્રીક્ટ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસીએશનનાં પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. જ્યારે મેનેજીંગ કમિટીનાં 30 સભ્યો બિનહરીફ ચૂંટાયાની જાહેરાત ચૂંટણી અધિકારી મથુરભાઈ વી. હરીપરાએ કરી હતી.
આ ચૂંટણી બિન હરીફ થવા બદલ ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ સોનીએ ચેમ્બરનાં સર્વે સભ્યોનો, ચૂંટણી અધિકારી તથા તેમની ટીમનો આભાર માન્યો હતો. ચૂંટાયેલી નવી ટીમ જૂનમાં યોજાનાર વાર્ષિક સામાન્ય સભા બાદ જુલાઈથી કાર્યભાર સંભાળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.