વિદ્યાર્થીઓ દ્વિધામાં મુકાયા:એક્સટર્નલની પરીક્ષાઓની તારીખો વહેલી તકે જાહેર કરો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જૂનમાં પરીક્ષા લેવાશે તેવી જાહેરાત થયેલી પણ હજી કોઇ કાર્યક્રમ જાહેર થયો નથી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાહ્ય અભ્યાસક્રમ ડીપાર્ટમેન્ટમા વિવિધ બેચલર તેમજ માસ્ટર કોર્સમાં વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમમા વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલ છે.

બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં જે વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ કે સરકારી કચેરીઓ શિક્ષક કે આર્મી કે પોલીસમાં સેવા કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા જૂન મહિનામાં પરીક્ષા લેવા અંગેની જાહેરાત કરેલ પરતું આજ તારીખ સુધી કોઈ કાર્યક્રમ જાહેર કરેલ નથી જેથી વિદ્યાર્થીઓની પરીક્ષા કયારે લેવાશે તે અંગે વિધાર્થીઓ અસમંજસમાં છે.

આ વિભાગના વિદ્યાર્થીઓ જે અન્ય સરકારી કે આર્મીમાં સેવા કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષાના 15 દિવસ પહેલા તેમની કચેરી કે ઉપરી અધિકારી પાસે રજા રાખવાની હોય છે જે અંગે પણ વિદ્યાર્થીઓને કયારે રજા રાખવી તે અંગે જાણ થઇ શકતી નથી તેમ કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલએ જણાવેલ સાથે વધુમાં વિષયની ગંભીરતાને ધ્યાન પર રાખીને બાહ્ય અભ્યાસક્રમના વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાના ટાઈમ ટેબલ વહેલી તકે જાહેર કરવામાં આવે અને વિદ્યાર્થીને રજા રાખી શકે તેવી રીતે પુરતો સમય પણ પરીક્ષા માટે ફાળવવા પણ માંગ કરવામાં આવી હતી. તારીખો જાહેર ન થતા એક્સટર્નલના વિદ્યાર્થીઓમાં દ્વિધા વધી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...