આક્રોશ:ડેડાણ ગામને STના ઓનલાઇન બુકિંગમાંથી બાકાત રખાતા રોષ

ડેડાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરો ST નું ઓનલાઇન બુકીંગ નથી કરાવી શકતા
  • સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોના બુકિંગમાંથી ડેડાણ ગામનું નામ કમી કરાયું

ડેડાણ ગામને ઓનલાઇન બુકિંગમાંથી બાકાત રખાતા લોકોમાં રોષ ફેલાયો છે. સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ જેવા મોટા શહેરોમાંથી ઓનલાઈન બુકિંગમાંથી ડેડાણ ગામનું નામ કમી કરવામાં આવતા ગ્રામજનો ઓનલાઇન બુકીંગ કરાવી શકતા નથી.

સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ જેવા મોટા શહેરોમાંથી ઓનલાઈન બુકિંગમાંથી ડેડાણ ગામનું નામ કમી કરાયું જેથી ન છૂટકે ડેડાણના લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. ડેડાણ ગામને જે મોટા શહેરો જેવા કે સુરત- અમદાવાદ- રાજકોટ- ભાવનગર અને જુનાગઢ એવા સમયમાં ઓનલાઈન બુકિંગમાંથી ડેડાણ ગામનું નામ કમી કરવામાં આવેલ છે.

તો ડેડાણ ગામને આવો અન્યાય શા માટે. ડેડાણાના યુવાનો વ્યવસાય ધંધા સાથે સંકળાયેલા હોય એમાં ખાસ કરીને રત્ન કલાકારો તહેવારોમાં ગામડામાં આવતા હોય, તહેવાર માણ્યા પછીના સમયમાં પરત જવા માટે ઓનલાઈન બુકિંગ માટે કોઈ કાર્યવાહી થતી નથી. ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...