મિની વેકેશન:આનંદો, ગુજરાત સરકારના તમામ કર્મીઓને મંગળવારે ધોકાની રજા જાહેર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કચેરીઓમાં આજથી પાંચ દિવસનું મિની વેકેશન

ગુજરાત સરકાર દ્વારા તેના તમામ કર્મચારીઓ માટે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા ધોકાના તા.25 ઓક્ટોબરને મંગળવારના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. આથી રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને આવતી કાલ તા.22 ઓક્ટોબરને શનિવારથી દિવાળીના મહાપર્વની રજા માણવા મળશે. તા.22થી 26 ઓક્ટોબર, પાંચ દિવસ રાજ્ય સરકારની કચેરીઓમાં મિની વેકેશન રહેશે.

સામાન્ય વહીવટ દ્વારા 2022ના વર્ષ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે તે મુજબ 24 ઓક્ટોબરને સોમવારે દિવાળીની રજા તેમજ બુધવારના રોજ નૂતન વર્ષની રજા જાહેર કરવામાં આવી છે જ્યારે તારીખ 25 ઓક્ટોબરને મંગળવારે સરકારી કચેરીઓ ચાલુ છે આ સંજોગોમાં દિવાળીના પર્વમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તહેવારો માની શકે તે હેતુસર તારીખ 25 ઓક્ટોબરને મંગળવારે પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશન સહિતની તમામ સરકારી કર્મચારીઓ બંધ રહેશે અને તેના બદલામાં તારીખ 12 નવેમ્બરને બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે તેઓ નિર્ણય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

આ હુકમ ગુજરાત સરકારની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ તેમજ કોર્પોરેશન અને પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે આ રજા વટાવ વખત અધિનિયમની જોગવાઈ હેઠળ જાહેર કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...