અકસ્માત:ભાવનગરના તણસા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું, એકનું મોત

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરના તણસા નજીક બાઈક સવાર વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધું હતું. જેથી બાઈક પાછળ બેસેલી વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજાના તરસરા ગામના વતની અને હાલ ભાવનગર શહેરના તળાજા રોડપર રહેતા પલેવાળ બ્રાહ્મણ ભાનુશંકર જાની આજે સવારે તેના ઘરેથી બાઈક લઈ તેના પત્ની જયાબેન ભાનુશંકર જાની ઉ.વ.62 સાથે વ્યવહારીક કામ સબબ તેના ગામ તરસરા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ભાવનગર-તળાજા રોડપર તણસા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક રોડ સાઈડમાં સ્લીપ થઈ હતી. જેથી પાછળ બેસેલા વૃદ્ધા ઉથલીને રોડ સાઈડના ખાડામાં ખાબકતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાઈક ચાલકની પુછતાછ કરતાં તેને કોઈ ઈજા ન થઈ હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...