નવતર પ્રયોગ:સુપ્રસિદ્ધ ગાયક મહેશ મોયલનાં સ્વરે મહમ્મદ રફીનાં ગીતો સાથે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલની માનસિક તણાવ પરિસ્થિતિમાંથી બહાર આવવા નવતર પ્રયોગ
  • 28 મે શુક્રવારના રોજ રાત્રે 8 વાગ્યે ફેસબુક પરથી લાઈવ રજુ કરશે

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગરની જનતા માટે સુપ્રસિદ્ધ ગાયક મહેશ મોયલનાં સ્વરે મહમ્મદ રફીનાં ગીતો સાથે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 28 મે શુક્રવારના રોજ રાત્રે 8 વાગ્યે ફેસબુક પરથી લાઈવ રજુ કરશે.

હાલમાં લોકો કોરોના અને વાવાઝોડાનાં કારણે માનસિક તાણની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. તેથી લોકો માનસિક હળવાશ અનુભવે તેવા શુભ આશયથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભાવનગર અને ટીમ સ્પેસર-ઇન્દોરનાં સંયુક્ત ઉપક્રમે ઝી ટીવી સારેગામાપા અને સ્ટાર ટીવી પરિવાર ફેમ, 17 વખત મહમ્મદ રફી એવોર્ડ વિજેતા, દેશ-વિદેશમાં 4,000 થી પણ વધુ લાઈવ શો કરી ચુકેલા સુપ્રસિદ્ધ ગાયક મહેશ મોયલ 28 મે શુક્રવારને રાત્રે 8 વાગ્યાથી મહમ્મદ રફીજીનાં ચુનંદા ગીતોની સાથે ફરમાઈશી ગીતો પોતાના સ્વરમાં ભાવનગરની કલારસિક જનતા સમક્ષ ફેસબુક પરથી લાઈવ રજુ કરશે. તેનો જનતાને બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજક બન્ને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે, આ માટેની લિંક https://www.facebook.com/musicliveondemandfficial છે. ભાવનગરની જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લેવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ માનદ્દ મંત્રી પ્રકાશ ગોરસીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...