ભાવનગર શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા રખડતા ઢોર અને ખૂંટિયાના ત્રાસથી નગરજનો તોબા પોકારી ગયા છે. ત્યારે શહેરના બોરતળાવ વિસ્તારમાં સાંજના સુમારે પોતના ઘરે જઈ રહેલા વૃદ્ધને અચાનક ગાયે અડફેટે લીધા હતા. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ઓચિંતા ગાય આવી માથા મારવા લાગી
આ ઘટના અંગે ભોગ બનનાર કાંતિભાઈએ જણાવ્યું હતું કે, હું બોરતળાવ વિસ્તારમાં આવેલી મહાવીર મહિલા સોસાયટીમાં રહું છું, સાંજના 7:30 આસપાસ હું મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે રીધ્ધીસિધ્ધી સોસાયટી, બેંકકોલોની રોડ બોરતળાવ પાસે ગાય ઓચિંતા આવી મને માથા મંડી મારવા...અને મારાથી રાડ પડી જતા આજુબાજુના રહેણાંક રહેતા લોકો આવી ગયા હતા અને ગાયોને હાકી કાઢી. હતી એમાં હું બચી ગયો નહીતર ગાયો મને મારી જ નાખત.
રખડતા ઢોર અને ખુટિયાનો ત્રાસ યથાવત
શહેરમાં જાહેરમાં રજકાના વેચાણના કારણે ઢોરનો ત્રાસ વધ્યો છે. આથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રજકા વેચાણ બંધ કરાવવા માટે મ્યુનિ.કમિશનરે શહેરના વિવિધ વિસ્તારોમાં રજકા ડ્રાઈવો યોજી પૂળાઓ જપ્ત કરી રહ્યા છે, છતાં પણ શહેરના અનેક વિસ્તારમાં રખડતા ઢોર અને ખુટિયાનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.
ઢોરના ત્રાસથી અનેક લોકોને ગંભીર ઈજા થઈ છે
ભૂતકાળમાં બાળકો અને વૃદ્ધો અનેકવાર આ ઢોરોના ત્રાસથી ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતા પ્રશ્નનો નિવેડો આવ્યો નથી. તંત્ર દ્વારા ખુટિયાઓને પુરીને ઢોરના ડબ્બામાં પુરવવામાં આવી રહ્યા છે જોકે, હજું પણ અમુક વિસ્તારોના રોડ-રસ્તાઓ પર ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેને લઈ આ અંગે તંત્ર દ્વારા વહેલી તકે ઢોર પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.