તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યાનો પ્રયાસ:હજીરાથી ઘોઘા આવતી રો-રો ફેરીમાંથી એક વૃદ્ધે અચાનક દરિયામાં ઝંપલાવી દેતા દોડધામ, શોધખોળ હાથ ધરાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીરમબેટ અને ઘોઘાના દરિયામાં આવતી ચેનલ પાસે ઘટના બની

સુરતના હજીરા બંદરથી રો-રો ફેરી જયારે ઘોઘા આવી રહી હતી ત્યારે પીરમબેટ અને ઘોઘાના દરિયામાં આવતી ચેનલમાં જયારે રો-રો ફેરી પહોંચી ત્યારે વૃદ્ધ એ દરિયામાં ઝંપલાવતા શોધખોળ હાથ ધરવામા આવી છે.

મળતી માહિતી મુજબ સુરતના હજીરા બંદરથી રો-રો ફેરી જયારે ઘોઘા આવી રહી હતી ત્યારે પીરમબેટ અને ઘોઘાના દરિયામાં આવતી ચેનલમાં જયારે રો-રો ફેરી પહોંચી ત્યારે ફેરીમાં બેસેલ બટુકભાઈ વીઠ્ઠલભાઈ સુતરીયા ઉ.મ.69 નામના વૃદ્ધએ દરિયામાં ઝંપલાવ્યું હતું,

બનાવની જાણ થતા જ રો-રો ફેરીના સંચાલકો દ્વારા થોડા સમય માટે રો-રો ફેરીને ઉભી રાખી દેવામાં આવી હતી,અને આ ઘટના અંગેની જાણ ઘોઘા મરીન પોલીસને કરવામાં આવી હતી, બનાવને લઇ ઘોઘા મરીન પીએસઆઇ એન.એમ.મંડેરા સહિતનો સ્ટાફ ઘોઘા ટર્મિનલ ખાતે પહોંચી ગયો હતો તેમજ દરિયામાં બોટ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે, કોઈ અગમ્ય કારણસર દરિયામાં ઝંપલાવનાર આ વૃદ્ધ ભાવનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, ઘટનાને લઈને હાલ મરીન પોલીસ વધુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...