અકસ્માત:બાઈક સ્લિપ થઈ જવાથી રાજગઢના વૃદ્ધનું મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવો બન્યા
  • પાલિતાણા પાસે યાત્રાળું ભરેલી બસનું ટાયર ફાટતા મુસાફરોને સામાન્ય ઈજા

ભાવનગર જિલ્લામાં આજે અકસ્માતના બે બનાવો બન્યા છે. જેમાં રાજગઢ ગામના એક વૃદ્ધની મોટર સાઈકલ સ્લિપ થઈ જતાં વૃધ્ધનું મોત થયું હતું. જયારે પાલિતાણાના ઘોડીઢાળ વિસ્તારમાં યાત્રાળુ ભરેલી બસનો અકસ્માત થયો હતો.

ભાવનગરના રાજગઢ ગામે રહેતા હીરજીભાઈ નાગજીભાઈ અડાણીયા (ઉ.વ.66) ગઈકાલે રાત્રીના તેમની મોટર સાઈકલ નં. જીજે-04-બીજી-8717 લઈ પીપરીયા ગામેથી મિસ્ત્રી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બાઈક સ્લિપ થઈ જતાં તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. આ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બીજા બનાવમાં પાલિતાણાના ઘોડીઢાળ થી પીપરલા તરફ આવી રહેલી એક મીની બસ જેમાં 20 થી 25 જેટલા જૈન યાત્રાળુંઓ સવાર હતા. જે બસનું ટાયર ફાટતા મીની બસના ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડમાં આવેલી ટેકરી પર અથડાઈ હતી. બનાવની જાણ થતાં 108ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી 3 મુસાફરોને સામન્ય ઈજા પહોંચતા ત્યાંજ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...