આત્મહત્યા:ઉંડવીમાં 4 લાખની ઉઘરાણી કરતા વૃદ્ધે ઝેરી દવા પીધી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચિત્રા વિસ્તારના મહેશ્વરી સોસાયટીમાં રહેતા પ્રજાપતિ રામજીભાઇ દેવજીભાઇ બોરાએ ઊંડવી ગામે આલાભાઇ માસાભાઇ ચાડ પાસેથી ઇંટનો ભઠ્ઠો ભાડે રાખ્યો હોય જે અનુસંધાને અગાઉ ચાર લાખ રૂપીયા લીધા હોય બાદમાં દિકરીના લગ્ન પ્રસંગમાં તથા પત્નીના દવાખાનાના ખર્ચે આ રકમ વપરાઇ ગયેલ હોય. ત્યાર બાદ કામ શરૂ કરવામાં વિલંબ થતાં આલાભાઇ માસાભાઇ ચાડ એ ઇંટનો ભઠ્ઠો ભાડે નહીં આપવા અને ચાર લાખ રૂપીયાની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રામજીભાઇએ ઝેરી દવા પી લીધી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. રામજીભાઇએ આલાભાઇ માસાભાઇ સહિત ચાર સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...