કાળ ભરખી ગયો:ભાવનગરના મૂળધરાઈ-રાજગઢ વચ્ચે મોપેડ સ્લીપ થઈ જતાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મત તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મત તસવીર
  • વૃદ્ધ પીપરીયા ગામે મિસ્ત્રી કામ કરી પરત ફરી રહ્યા હતા

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા રાજગઢ ગામના વૃદ્ધ પીપરીયા ગામેથી પોતાનું મોપેડ લઈ રાજગઢ પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ મોપેડ રસ્તામાં સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

સમગ્ર બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના રાજગઢ ગામે રહેતા અને આસપાસના ગામોમાં મિસ્ત્રી કામ કરતાં વૃદ્ધ હરજી નાગજી અડાણીયા ગત તા. 4ના રોજ પીપરીયા ગામે મિસ્ત્રી કામ કરવા ગયા હતા.

પીપરીયાથી રાત્રે પોતાનું ટીવીએસ મોપેડ નં(GJ-04-BG-8717) લઈને પોતાના ગામ તરફ આવી રહ્યાં હતાં તે વેળાએ મૂળધરાઈ-રાજગઢ ગામ વચ્ચે ફૂલ સ્પીડમાં પોતાનું મોપેડ ચલાવતા વૃદ્ધે વાહન પરનો કાબૂ ગુમાવતાં મોપેડ રોડપર સ્લીપ થતાં વૃદ્ધને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે વેળાવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...