સારવાર:કોર્પોરેશનના એક અધિકારીને એટેક તો એકને અકસ્માતમાં ઈજા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પર ઘાત હોય તેમ છેલ્લા બે દિવસમાં જ કાર્યપાલક કક્ષાના અધિકારી હોસ્પિટલાઈઝ થયા છે. રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.ડી.મકવાણા મોડી સાંજ સુધી કોર્પોરેશનમાં સ્ટાફ સાથે કામ કરતાં હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો થયો હતો ત્યારબાદ ઘરે વધુ દુ:ખાવો થતાં હોસ્પિટલાઈઝ કરાયા હતાં. જેઓની સારવાર શરૂ છે. ત્યા

રે ગઈકાલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી જયેશ સોમપુરાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા તેઓ પણ સારવાર હેઠળ છે. રોડ વિભાગનો ચાર્જ મહેન્દ્રસિંહ ગોહિલને અને સોલિડ વેસ્ટનો ચાર્જ ફાલ્ગુનભાઈ શાહને અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...