ધરપકડ:અર્ધા લાખના હિરાની ચોરી કરતો ઓફિસનો કર્મી. ઝડપાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અર્ધા લાખના હિરાની ચોરી કરતો ઓફિસનો કર્મી. ઝડપાયો
  • હિરા​​​​​​​ ચોરનાર કર્મચારીએ કુલ 100 કેરેટ હિરાની ચોરી કર્યાની કબુલાત આપી

શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ હિરાની ઓફિસમાં એસોટીંગનું કામ કરતા ખુદ કારીગરે જ અર્ધાલાખની ચોરી કર્યાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઇ હતી. ભાવનગર શહેરના કુમુદવાડી ભાવના સોસાયટી પ્લોટ નં. 03 ખાતે આવેલ અખંડ આનંદ એક્ષપોર્ટ નામની હિરાની ઓફિસમાં રૂા. 56000ના હિરાના પેકેસ સાથે ઓફિસમાં એસોટીંગ તરીકે કામ કરનાર વિશાલ બટુકભાઇ માથાસુરીયા (રહે. ઘાંઘળી)એ ચોરી કરતા હિરાના પેકેટ સાથે મેનેજરે તેને ઝડપી લીધો હતો.

કમુદવાદી હિરાની ઓફીસના ચોરીના આ બનાવમાં વધુમાં તપાસ કરતા આરોપી વિશાલ છેલ્લા એક માસથી કુલ 100 કેરેટ હિરાની ચોરી કરી અન્ય કેવલ રાઠોડ (રહે. બોરતળાવ)નામના શખ્સને આ હિરા આપ્યા હોવાનું કબુલ્યુ હતું. આ અંગે બોરતળાવ પોલીસ મથકમાં વિશાલ માથાસુરિયા સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...