તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આગામી રથયાત્રાને લઈ નાઈટ કોમ્બીંગમાં ગેરકાયદેસર પિસ્ટલ તથા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-1, કાર્ટીસ નંગ-3, કાર તથા મોબાઇલ સાથે કુલ કિ.રૂા 5,15,300ના મુદામાલ સાથે ઘોઘારોડ પોલીસ ઝડપી લીધો

ભાવનગરમાં આગામી રથયાત્રાના અનુસંધાને અસરકારક કોમ્બીંગ નાઇટ દરમ્યાન અસામાજીક પ્રવૃતિ રોકવા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા શિશુવિહાર સર્કલ વાહન ચેકીંગ દરમ્યાન કાર ચાલકને ઉભો રાખી તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર તથા કાર્ટીસ મળી આવતા ઘોઘારોડ પોલીસ એક શખ્સને ઝડપી લીધો હતો.

ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી રથયાત્રા સબબ કોમ્બીંગ નાઇટ રાઉન્ડામાં પેટ્રોલીંગ હતા, દરમ્યાન શિશુવિહાર સર્કલ પાસે અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ કરતા હતા. એક કાળા કલરની મહિન્દ્રા XUV300 કાર ચેક કરતા આરોપી પરવેઝભાઇ અબ્દુલવહાબભાઇ શેખ ઉ.વ.40 ધંધો-વેપાર, રહેવાસી-જોગીવાડની ટાંકી, કાંમ્બડ ફળી, શેખજી મંજીલ ભાવનગર વાળા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ-1 કિ.રૂ.10,000 તથા જીવતા કાર્ટીસ નંગ-3 કિ.રૂ.300 તથા મહિન્દ્રા XUV300 કિ.રૂા.5 લાખ તથા એક મોબાઇલ કિ.રૂા.5,000 મળી કુલ કિ.રૂ.5,15,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ શખ્સ વિરૂધ્ધ પો.સબ.ઇન્સ ટી.એલ.માલએ ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...