વિશેષ:પાર્શ્ચાત સંસ્કૃતિ સાથે પૂનમના ચાંદનો રોચક ઇતિહાસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય સંસ્કૃતિમાં જેમ સૂર્યનું મહાત્મ્ય છે તેવી જ રીતે વેસ્ટર્ન કલ્ચરમાં ચંદ્ર અને ખાસ તો પૂનમનું મહત્વ

આ વર્ષે પૂનમની તિથિમાં ગોટાળા થયા છે અને આજે મંગળવારે કે આવતી કાલ બુધવારે પૂનમ કરવી એવી દ્વિધા છે ત્યારે વ્રતની પૂનમ તો બુધવારે જ છે ત્યારે આવતી કાલ બુધવારે પૂનમના ચાંદના દર્શન સાથે દૂધ,સાકર અને પૌવાની મોજ માણી ત્યારે ચંદ્ર વિષે જોઇએ તો ભારતીય સંસ્કૃતિમાં જેમ સૂર્યનું મહત્વ છે અને સૂર્ય પૂજા, સૂર્યદર્શનને અધિક મહત્વ આપવામાં આવ્યું છે તે રીતે પ‌શ્ચિ‌મ સંસ્કૃતિમાં ખાસ કરીને ગ્રિક અને રોમન સંસ્કૃતિમાં ચંદ્રનું મહત્વ છે. અંગ્રેજી માસમાં પૂર્ણ કળાએ ખિલેલા ચંદ્રને તો મહિ‌ના મુજબ વિવિધ નામો આપવામાં આવ્યાં છે.

જાન્યુઆરી માસની પૂનમને સ્ટોર્મ મૂન કહેવાય છે. જાન્યુઆરીમાં હવાના તોફાન આવતા હોય છે એટલે આ નામ અપાયું છે. આવી જ રીતે બારેય માસમાં પૂનમને અલગ અલગ નામ અપાયા છે. ઓક્ટોબર એટલે સ્નો મૂન. આ માસમાં સૂર્ય નીચ રાશિનો તુલાનો થાય છે અને પ્રથમ વખત બરફ પડે છે. નવેમ્બર ઓક મૂન. ડ્યુઇડના પવિત્ર વૃક્ષો અને રોમન દેવ જ્યુપિટર પ્રસન્ન થઇ શિયાળાનું તોફાન અટકાવે એટલે નામ અપાયુ. અંતમાં ડિસેમ્બરમાં બીવર મૂન કે ફ્રોસ્ટી મૂન. આ માસમાં ખુબ બરફ પડે છે એટલે આ નામ અપાયું છે.

બ્લ્યૂ મૂન અને બ્લેક મૂનનું મહત્વ !!
પાશ્ચાત સંસ્કૃતિમાં એક જ અંગ્રેજી કેલેન્ડર માસમાં જો બે પૂનમ આવે તો બીજી પૂનમને ‘બ્લ્યુ મૂન નાઈટ’ કહેવાય છે, કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય આ બ્લ્યુ મૂન નાઈટના દિવસે નક્કી કરવાથી જાદૂઈ શકિતની સહાયતાથી પૂર્ણ થાય છે.આવી જ રીતે જો કોઇ એક જ કેલેન્ડર માસમાં જો બે અમાસ આવે તો બીજી અમાસને ‘બ્લેક મૂન નાઈટ’ કહેવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ બીજી અમાસનું ઘણું મહત્વ છે.

ચંદ્રની કેટલીક વિશેષતાઓ
બુધવારે શરદ પૂનમ ઉજવાશે ત્યારે ભાવનગરમાં પૂર્ણ ચંદ્ર સાંજના 6.15 કલાકે આકાશમાં ઉગશે અને બીજા દિવસ ગુરૂવારે સવારે 6.13 કલાકે આથમશે. આ સમયે ચંદ્ર પૃથ્વીથી 363,386 કિલોમીટરના અંતરે હશે. ભેજવાળુ વાતાવરણ હોવાથી પૂર્ણ ચંદ્રની આસપાસ પ્રકાશિય વર્તુળ જોવા મળશે. આપણા દેશમાં કારતકી પૂનમ, ચૈત્રી પૂનમ, અષાઢી પૂનમ અને છેલ્લા આસો પૂનમનું મહત્વ છે.

હિન્દુ માસ મુજબ પૂનમના પર્વે ઉજવણી

માસઉજવણી
કારતકતુલસી વિવાહ
માગશરદત્તાત્રેય જયંતિ
પોષ

ગુરૂ ગોવિંદસિંહ જયંતિ

મહા

ગુરૂ રવિદાસ જયંતિ

ફાગણહોળી
ચૈત્રહનુમાન જયંતિ
વૈશાખબુદ્ધ જયંતિ
જેઠવડ સાવિત્રી પૂનમ
અષાઢગુરૂ પૂનમ
શ્રાવણનાળીયેરી પૂનમ
ભાદરવોમહાલય પૂનમ
આસોશરદ પૂનમ

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...