મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી આંતર કોલેજ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજરોજ આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,
સ્પર્ધકોના હસ્તે વૃક્ષારોપણ કરી ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ
ગુજરાતના રાજ્યપાલ દ્વારા પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષો વાવવા માટે ટકોર કરી હતી જેના ભાગરૂપે આજરોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે નવતરપ્રયોગ કરી બંને કોલેજો ખાતે સ્પર્ધકોના હસ્તે વૃક્ષારોપણ કરી ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બહેનોમાં 29 સ્પર્ધકો જ્યારે ભાઈઓમાં 67 સ્પર્ધકો મળી કુલ 96 સ્પર્ધકો ભાગ લીધો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા શામળદાસ આર્ટસ કોલેજ અને નંદકુંવરબા મહિલા કોલેજના યજમાન પદે 37 કોલેજોના 96 ખેલાડીઓ ચેસમાં સ્પર્ધામાં ભાઈઓ-બેહનો ભાગ લઈ રહ્યા છે, જેમાં આંતર કોલેજ સ્પર્ધા ભાઈઓ માટે શામળદાસ આર્ટ્સ કોલેજ ખાતે તથા બેહનો માટે નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોમાં 29 સ્પર્ધકો જ્યારે ભાઈઓમાં 67 સ્પર્ધકો મળી કુલ 96 સ્પર્ધકો ભાગ લીધો હતો.
ચેસ સ્પર્ધાનું બે કોલેજ ખાતે આયોજન કરાયું
યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.એમ.એમ ત્રિવેદી, શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડોક્ટર દિલીપસિંહ ગોહિલ અને શામળદાસ આર્ટ્સ કોલેજના આચાર્ય ડો.જે.બી.ગોહિલ તથા નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ગોહિલ રવીન્દ્રસિંહ સરવૈયા તથા કોલેજના આચાર્યના બંને કોલેજો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,
<
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.